Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

જોરાવરનગરમાં જુગાર રમાડતા જુવાનસિંહ ઝાલાના ઘરે પોલીસની રેડ : ૮ ઝડપાયા

સુરેન્દ્રનગર ક્રાઇમ બ્રાંચના દરોડા : પ૬ હજારનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર, તા. રર : સુરેન્દ્રનગર ક્રાઇમ બ્રાંચે જોરાવરનગરમાંથી જુગારધામ ઝડપી લીધુ છે. ૮ પત્તાપ્રેમીઓ ઝડપાયા છે. પોલીસે રોકડ, મોબાઇલ સહિત પ૬ હજારનો મુદ્દામાલ ઝડપી લીધો છે.

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી દિપકકુમાર મેઘાણીએ સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહી/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરાવવા સુચના આપતા એલ.સી.બી. પોલીસ ઇન્સ. એન.કે. વ્યાસના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો. સબ ઇન્સ. આર.ડી. ગોહીલ, એ.એસ.આઇ. બાલજીભાઇ રત્નાભાઇ પરમાર, હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કિશોરભાઇ પારધી, પો.કોન્સ. દિલીપભાઇ ઠકોર, વિજયસિંહ દીપસિંહ, યુવરાજસિંહ ચાપભા ખવડ, જયરાજસિંહ લાભુભાઇ ખેર, અજીતસિંહ સોલંકી તથા મોહસીનભાઇ કચોટ વિગેરે સ્ટાફની મદદથી હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ વાઘેલાને અગાઉથી બાતમી હકીકત મળેલ કે જોરાવરનગર દતબાપુની ચાલી, ભોગાવા નદીના કાંઠે, પ્રજાપતિ બોર્ડીંગ પાછળ રહેતા જુવાનસિંહ પરબતસિંહ ઝાલા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના આર્થિક ફાયદા સાથે પૈસાની હારજીત કરી તીનપતીનો જુગાર રમાડી નાળ ખેંચી પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.

જે બાતમીના આધારે આરોપી (૧) જુવાનસિંહ પરબતસિંહ ઝાલા રહે. જોરાવરનગર, ડી.એન.ટી સ્કૂલ પાસે, દતબાપુની ચાલી, ભોગાવા નદીના કાંઠે (ર) મનસુખભાઇ ઉર્ફે હકો ગોરધનભાઇ મેમકીયા જાતે ત.કોળી ઉ.વ.૪૦ રહે. કારીયાણી તા.વઢવાણ (૩) જયપાલસિંહ ચંદુભા પરમાર જાતે દરબાર ઉ.વ.ર૮ રહે. જોરાવરનગર , દતબાપુની ચાલી, નદી કાંઠે (૪) વિરપાલસિંહ ચંદુભા પરમાર જાતે દરબાર ઉ.વ.ર૯૦ રહે. જોરાવરનગર, ડી.એન.ટી. સ્કૂલ પાસે, દતબાપુની ચાલી (પ) અજીતસિંહ ભીખુભા સોલંકી જાતે રજપૂત ઉ.વ.૪૭ રહે. રતનપર, પટેલ સોસાયટી પાસે, માનવધર્મ આશ્રમ પાછળ તા.વઢવાણ(૬) બુધાભાઇ વશરામભાઇ ચૌહાણ ઉ.વ.ર૪ રહે. જોરાવરનગર, રામાપીરના મંદિર પાસે (૭) પ્રભુભાઇ લાલજીભાઇ નાકીયા જાતે ત.કોળી ઉ.વ.પ૦ રહે. રતનપર શેરી નં.૩, તા.વઢવાણ (૮) જયેશભાઇ સુરેશભાઇ રાવલ જાતે બ્રાહ્મણ ઉ.વ.૩ર રહે. જોરાવરનગર, દતબાપુની ચાલી, નદી કાંઠેવાળાઓને પકડી પાડી તેઓના કબ્જામાંથી ગંજી પાના નંગ-પર તથા રોકડા રૂ. ૩૩.૯પ૦ તથા મોબાઇલ ફોન નંગ-૧૦ કિ. ર૩૦૦૦ મળી કુલ રૂ. પ૬,૯પ૦ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જતા તમામ વિરૂદ્ધ જોરાવરનગર પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(3:49 pm IST)