Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ગોંડલમાં ક્ષત્રિય યુવાનને મારમારી રોકડ અને સોનાનો ચેઇન લુંટી લીધો

ગીરીશ પરમાર તથા દેવાંગ સામે પોલીસમાં ફરિયાદ

ગોંડલ તા. ૨૨ : ગોંડલના અલખ ચબુતરા પાસે ક્ષત્રિય યુવાનને બે શખ્સોએ ઢીકા-પાટુનો મારમારી સોનાના ચેન તેમજ રોકડા રૂપિયા ૨૦ હજારની લૂંટ કરી લેતા સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના જેતપુર રોડ ઉપર આવેલ મારૂતિનગરમાં રહે તા વીરભદ્રસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભૂપતસિંહ જાડેજા (ઉ.૪૧)ને ગિરીશ પરમાર તેમજ દેવાંગ નામના બે શખ્સોએ ચબુતરા પાસે મારમારી તેને પહેરેલા સોનાના ચેન અને રોકડા રૂપિયા ૨૦ હજારની લૂંટ કરી લેતાં સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે જે અંગેની તપાસ સીટી પી.એસ.આઇ જે.બી મીઠાપરા હાથ ધરી છે.

લૂંટ ચલાવનાર ઉપરોકત બન્ને શખ્સો વીરભદ્ર સિંહના મિત્ર ને ગાળો ભાંડી રહ્યા હોય ગાળો ન આપવા જણાવતાં શખ્સો ઉશ્કેરાયા હતા મારમારી અને લૂંટ ચલાવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.(૨૧.૧૭)

(12:47 pm IST)