Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

જામનગરમાં ૨૫ ફેબ્રુઆરીએ હાફ મેરેથોનઃ રજીસ્ટ્રેશનમાં ઘસારો

દેશ-વિદેશ તથા જામનગરના ૨૦ હજારથી વધુ સ્પર્ધકો જોડાશેઃ રજીસ્ટ્રેશન સેન્ટર વધારાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૨:  સદ્દભાવના ગ્રુપ-જામનગર અને ફીઝીકલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ('પેફી')ના દ્વારા તેમજ ધર્મરાજસિંહ જાડેજા (ચેરમેન-પેફી-ગુજરાત રાજય)ના નેજા હેઠળ ૨૫ ફેબ્રુઆરીમાં ૨૧ કિમીના મેરેથોનનું આયોજન કરવામાં આવ્યુ છે.

 

જામનગરમાં સતત બીજા વર્ષે પણ યોજાનાર આંતરરાષ્ટ્રીય કક્ષાની હાફ મેરેથોનના મેગા ઇવેન્ટ માટે ભાગ લેવા સ્પર્ધકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. જામનગર વાસીઓના ઉત્સાહને નિહાળી આયોજકો દ્વારા આ સ્પર્ધાના રજીસ્ટ્રેશન માટે સેન્ટરો વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે થકી શહેરવાસીઓને રજીસ્ટ્રેશન કરવામાં વધુ સહેલાઇ રહે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધામાં જામનગર સહિત દેશ-વિદેશના ૨૦ હજારથી વધુ ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લેવાના હોય જે માટે દેશ-વિદેશમાંથી પણ દોડવીરો પોતાનું રજીસ્ટ્રેશન ઓનલાઇન કરાવી રહ્યા છે.

'કિલન એન્ડ ગ્રીન જામનગર'ની થીમ પર યોજાનાર આ મેગા ઇવેન્ટર આગામી તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ યોજાનાર છે. રૂબરૂ અથવા તો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા માટે www.jamnagarsports.com વેબ સાઇટ ઉપર થઇ શકશે. તેમજ વધુ માહિતી માટે ૮૧૪૦૬ ૧૧૮૩૩ અથવા ૮૧૪૦૯ ૧૧૮૩૩ ઉપર સંપર્ક કરવા ધર્મરાજસિંહ જાડેજાની આ યાદીમાં જણાવાયું છે.(૧.૧૦)

રજીસ્ટ્રેશન સેન્ટરો

'જામનગર હાફ મેરેથોન-૨૦૧૮'કાર્યાલય, સુપર માર્કેટ, રામમંદિર સામે, જામનગર મો.૮૧૪૦૯ ૧૧૮૩૩/૮૧૪૦૬ ૧૧૮૩૩, સેફ ડીલાઇટ ફુડસ-શોપ નં.૧-૨, એપાર્ટમેન્ટ, જોગર્સપાર્ક પાસે, પેલેસ રોડ મો. ૯૩૭૪૯ ૩૭૪૯૯/૭૫૭૩૦ ૧૫૪૮૦, ચેતન પેપર માર્ટ- રતનબાજી મસ્જીદ પાસે,જામનગર. શિખંડ સમ્રાટ-દાંડીયા હનુમાન સામે, જી.જી.હોસ્પિટલ પાસે ઇન્દ્રપ્રસ્થ માર્કેટ જામનગર. સનરાઇઝ હોલી ડે-નીયો સ્કવેર, શોપ નં.૫૫૦, પહેલા માળે, જામનગર. અનમોલ એન્ટરપ્રાઇઝ-(અમુલ આઇસ્ક્રીમ પાર્લર) ક્રીસ્ટલ સામે બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર.

હાફ મેરેથોનની કેટેગરી અને ફી

કેટેગરી              કિ.મી.          ફી

હાફ મેરેથોન         ૨૧             રૂ. ૫૦૦/-

હેલ્થ રન            ૧૦             રૂ. ૪૦૦/-

ફન રન             ૫              રૂ. ૩૦૦/-

ચીલ્ડ્રન રન         ૩              રૂ. ૨૦૦/-

(12:46 pm IST)