Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

પદ્માવત ઇફેકટ...

સુરેન્દ્રનગર જીલ્લામાં એસ.ટી.એ ર૦ રૂટ બંધ કર્યાઃ ૧પ બસ પાછી બોલાવી

સુરેન્દ્રનગર તા.રરઃ.. 'પદ્માવત ફિલ્મ' ના રિલીઝ સામે સૌરાષ્ટ્રભરમાં વિરોધનો વંટોળ ઉઠયો છે. ઠેર ઠેર ચક્કાજામ-ટાયરો સળગાવવાનાં બનાવો બની રહ્યા છે.

 

ત્યારે એસ. ટી.તંત્રએ મુસાફરોની સલામતીને ધ્યાને લઇ જીલ્લાનાં ર૦ રૂટ પર બસ બંધ  રાખી હતી. અને ૧પ જેટલી બસોને ડેપોમાં પરત બોલાવી લીધી હતી.

સુરેન્દ્રનગર જીલ્લામાં દોડતી ૧૬૦ થી વધુ બસોને ધ્યાને લઇને સુરેન્દ્રનગર-લીંબડી- ધ્રાંગધ્રા - ચોટીલા ડેપોમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં મુસાફરો સાથે દોડતી  બસને જોખમ જણાય અને સલામતી માટે તરત  કંટ્રોલ રૂમ અને પોલીસને જાણ કરવી આ ઉપરાંત બસનું આગળ જવાનું અટકાવી દેવા પણ આદેશ થયા છે.

આ અંગે સુરેન્દ્રનગર એસટી ડેપો મેનેજર જે. આર. અગ્રાવતે જણાવ્યું છે. એસ.ટી.બસો લોકોમાં રોષનો ભોગ ન બને તે માટે  જિલ્લામાં અંદાજે ર૦ જેટલા રૂટો બંધ કરાયા છે. જયારે ૧પ થી  વધુ બસો પાછી બોલાવવામાં આવી છે. જેમાં બહુચરાજી -સુરેન્દ્રનગર હારિજ-જુનાગઢ, ઉના-રાધનપુર, રાધનપુર-રાજકોટ સહિતના રૂટો બંધ  કરાયા છે. જયારે બસોને શહેર નજીકના પોલીસ મથકે રોકી દેવા જણાવાયું હતું. (પ-૧૪)

(12:44 pm IST)