Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ધોરાજીમાં મહારકતદાન કેમ્પ

ધોરાજીઃ માનવ સેવા યુવક મંડળ અને લાયન્સ કલબના સંયુકત ઉપક્રમે યોજાયેલ રકતદાનમાં મુસ્લિમ સમાજના સેવાભાવી દંપતિ નસીમબેન ફારૂકભાઇ ડોઢીયા દંપતિએ રકતદાન કરી કેમ્પને ખુલ્લો મુકયો હતો. આ રકતદાન કેમ્પમાં અમેરિકાથી પધારેલ એનઆરઆઇ પરિવાર કમલેશભાઇ જાવીયા, મીનાક્ષીબેન હાસલીયા, સંજયભાઇ જાવીયા જેઓ અમેરિકાથી ધોરાજી ખાતે આવેલ હતા અને તેઓએ રકતદાન કરી માતૃભુમિનું ઋુણ અદા કરેલ. આ તકે લાયન્સ કલબના પરિવારોએ પણ સહકુટુંબ રકતદાન કરેલ હતુ. આ રકતદાન કેમ્પમાં જામકંડોરણાના શિક્ષણવિદ્દ દિપકભાઇ ગજેરા સહિતનાઓએ પણ રકતદાન કરેલ હતુ અને ઉપલેટાના પ્રફુલભાઇ વડાલીયા અને લાયન્સ કલબના પ્રવિણભાઇ સુદાણી, જનકભાઇ હિરપરા, ધીરેનાઇ વૈષ્નવ, સતાસીયાભાઇ, રણજીતસિંહ જાડેજા, જી.બી.બાબરીયા, રાજેશભાઇ હિરપરા (કાજુવાલા) અને માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા, ભોલાભાઇ સોલંકી, ડો.સી.વી.બાલધા, અશોકભાઇ રાખોલીયા સ્ટાફે રકતદાન કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી. કેમ્પમાં રકતદાતાઓને સામાજીક સંસ્થા લાયન્સ કલબ અને હિતેશભાઇ વૈષ્ણવ દ્વારા ભેટો આપી સન્માનિત કરાયા હતા અને કેમ્પમાં અમેરિકા સ્થિત કમલેશભાઇ જાવીયા, ધીરૂભાઇ ગોંડલીયા સહિતના અગ્રણીઓ રકતદાતાઓને ભેટો આપેલ હતી અને ૭૧ લોકોએ રકતદાન કરી પુણ્યનું ભાથુ બાંધેલ હતુ.

(9:54 am IST)