Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

જામનગરમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના ફલેટમાં જુગાર રમતા ૮ શખ્સો ૪.૪૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૧ : જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન તથા ઇ/.ચા. પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના તેમજ એલ.સી.બી.પો.ઇન્સ. કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ  પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઇ.એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો ફરારી/નાસતા ફરતા કરારી ગુન્હેદારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન પો.હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા તથા રણજીતસિંહ પરમાર તથા કાસમભાઇ બ્લોચનાઓને હકીકત મળેલ કે જામનગર સત્યમ કોલોની એરફોર્સ-ર ગેટ સામે આવેલ નવા મુખ્યમંત્રી ગૃહ યોજના એલ.આઇ.જી.ર આવાસમાં અંદર રહેતા રાજેશ ઉર્ફે રાજીયો ડોલી ભીમશીભાઇ વરૂ પોતાના અંગત ફાયદા સારૂ પોતાના કબ્જા ભોગવટાના વીંગ એ-રમાં બારમાં માળે આવેલ ફલેટ નં. ૧ર૦૪ માં બહારથી માણસો બોલાવી નાલના પૈસા ઉઘરાવી ગંજીપતાના પાના વડે જુગાર રમી-રમાડી પૈસાની હારજીત કરે છે. જે હકીકતના આધારે રેઇડ કરતા (૧) રાજેશભાઇ ઉર્ફે રાજીયો ડોલી ભીમશીભાઇ વરૂ રહે-સત્યમ કોલોની એરફોર્સ-ર ગેટ સામે મુખ્યમંત્રી આવાસ યોજના એલ.આઇ.જી.-ર વીંગ-એ-ર બારમા માળે ફલેટ નં.૧ર૦૩ જામનગર (ર) રમેશભાઇ નારણભાઇ કરંગીયા રહે.રડાર રોડ ગોકુલનગર મથુરા સોસાયટી શેરી નં. ૪ જામનગર (૩) રજનીભાઇ વિઠ્ઠલભાઇ સાંગાણી રહે. જનતા ફાટક બાજુમાં કૃષ્ણનગર મેઇન રોડ પ્લોટ નં. ૬ એ-૧ જામનગર (૪) જીવરાજભાઇ જગાભાઇ નંદાણીયા રહે. હીરજી મિસ્ત્રી રોડ નવા નગર બેંકની આગળ કૃષ્ણ કોલોની જામનગર (પ) વિપુલભાઇ શંકરલાલ દામા (૬) નીતીનભાઇ કાંતીલાલવાલંભીયા રહે. રણજીતસાગર રોડ પંચવટી સોસાયટી શેરી નં.પ જામનગર (૭) રમેશભાઇ કાબાભાઇ દોમડીયા રહે. બજરંગપુર (વેરતીયા), ગામમાં પટેલવાસ તા.જી. જામનગર (૮) દીલીપભાઇ રમણીકભાઇ પાંભર રહે. બજરંગપુર (વેરતીયા) ગામ તા.જી. જામનગરવાળાઓને ગંજીપતાના પાના તથા પૈસા વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરતા રોકડા રૂ.પ૮.પ૦૦/ તથા મોબાઇલ નંગ -૮ કિ. રૂ. ર૭,પ૦૦/ તથા વાહન નંગ ૩ કિ. રૂ.૩,૬૦,૦૦૦/ તથા ગંજીપતાના પાના નંગ પર કિ.રૂ.૩૦૦ મળી કુલ રૂ. ૪.૪૬.૦૦૦/ ના મુદ્દામાલ સાથે પકડી પાડી પો.સબ ઇન્સ. એસએમ.ગરચરએ ધોરણસર કાયદાકીય કાર્યવાહી કરી જામનગર સીટી સી ડીવીઝન પો.સ્ટે. ખાતે ગુન્હો રેકર્ડ કરાવી આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે.

આ કામગીરીમાં પેરોલ/ફર્લો સ્કવોડના પો.સ.ઇ. એ.એસ.ગરચર તથા પો.હેડ કોન્સ ગજેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, મેહુલભાઇ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ જાડેજાનાઓએ કરેલ છે.

(3:25 pm IST)