Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

જુનાગઢ લોહાણા મહિલા મંડળમાં ઓનલાઇન વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા યોજાઇ

પારૂલબેન સુચક, મીનાબેન ચગ, ભારતીબેન ઘીયાના માર્ગદર્શનમાં સુંદર આયોજન

જુનાગઢ, તા. ર૧ : જુનાગઢ લોહાણા મહિલા મંડળમાં ઓનલાઇન વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુની સ્પર્ધા યોજાઇ હતી.

પ્રમુખ શ્રી પારૂલબેન સૂચકનાં જણાવ્યા અનુસાર મોવડી શ્રી મીના બેન ચગ અને શ્રી ભારતી બેન ઘીયા ના માર્ગદર્શન હેઠળ, લોહાણા મહિલા મંડળ જૂનાગઢ દ્વારા ઓનલાઇન વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવા ની સ્પર્ધા યોજાઈ  હતી.

શ્રી પારૂલ બેન સૂચક અને મંત્રી શ્રી રશ્મિ બેન વિઠલાણી એ નિર્ણાયક તરીકે સેવા આપી, જેમાં પ્રથમ - ભાવના બેન કોટેચા, એમણે ગાડી નાં ટાયર માં થી બેબી સોફા બનાવેલા.

દ્વિતીય - હીરા બેન લાખાણી , એમણે જૂના ડ્રેસ નાં પેચ નો ઉપયોગ કરી તોરણ બનાવેલું

તૃતિય - સોનલ બેન કારીયા, એમણે મોબાઈલ નાં વેસ્ટ બોકસ માં થી વિટી નું બોકસ બનાવ્યું હતું

સાથે રશ્મિ બેન વિઠલાણી એ કલર નાં નામ આપી ગીતો ગાવાની ગેમ રમાડી હતી.

(2:36 pm IST)