Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

આદિત્યાણા ફાયરીંગમાં વધુ એક ફરાર આરોપી સરફરાજ ઝડપાયો

૩ વર્ષ પહેલા ભીમાભાઇ દુલાભાઇ ઉપર ફાયરીંગ કરીને ફરાર સલીમ ઇસ્માઇલને પોલીસે પકડી લીધાં બાદ તેનો સાગરિત સરફરાઝ કાંટવાણામાંથી દેશી પીસ્તોલ સાથે મળી આવ્યો

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર,તા. ૨૧: આદિત્યાણાના મેર સમાજના અગ્રણી ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરા ઉપર ૩ વર્ષ પહેલા ફાયરીંગ કરીને ફરાર થયેલ સલીમ ઇસ્માઇલને પોલીસે પકડી પાડ્યા બાદ ફાયરીંગ કેસમાં બીજો આરોપી સરફરાજ મામદ હસનીયાને પોલીસે કાટવાળા ગામેથી ઝડપી લીધો છે.

આદિત્યાણાના મેર સમાજના અગ્રણી ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરા ઉપર ૩ વર્ષ પહેલા ફાયરીંગ કરીને ફરાર થયેલ સલીમ ઇસ્માઇલ મુંદરાને પોલીસે પકડી પાડ્યા બાદ ફાયરીંગ કેસમાં બીજો આરોપી સરફરાજ મામલે હસનીયાને પોલીસે કાટવાળા ગામના બસ સ્ટેશન પાસેથી પકડી પાડ્યો છે. સરફરાજ પાસેથી દેશી બનાવટની પીસ્તોલ -૧ કિ. ૨૫ હજારની તથા મોબાઇલ ફોન સહિત ૩૦ હજારનો મુદ્દમાલ મળી આવેલ છે. સરફરાઝજે આરોપી સલીમ ઇસ્માઇલનો સાગરિત  હોવાનું ખુલ્યુ છે. 

આદિત્યાણાના મેર અગ્રણી ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરા  લગ્રપ્રસંગમાં ગયા હતા અને બહાર નીકળી કારમાં બેસવા જતા ત્યારે ૨ શખ્સોને ભીમાભાઇ ઓડેદરા પર ફાયરીંગ કર્યું હતું અને આ મામલે પોલીસે તપાસ હાથ ધરતા સંધી સલીમ ઇસ્માઇલ મુદરા નામના શખ્સે ફાયરીંગ કર્યાનું ખુલ્યુ હતું.પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.

આ બનાવમાં પોલીસે અલ્તાફ અને ખાલીદની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય સૂત્રધાર સલીમ ઇસ્માઇલ મુંદરા નામનો શખ્સ ફરાર થઇ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આદિત્યાણામાં રહેતા સંધી પિતા-પુત્ર ઇસ્માઇલ હુશેન મુંદરા અને યુસુફ ઇસ્માઇલ મુંદરાની હત્યા થઇ હતી. આ ડબલ મર્ડરના આરોપસર ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરા, છગન કરશન કારાવદરા સહિતના શખ્સની ધરપકડડ થઇ હતી  અને પોરબંદર  સેશન્સ કોર્ટે આરોપીઓને નિદોર્ષ છોડી મુકયા હતા. બાદમાં હાઇકોર્ટે ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરા અને તેના બનેવી છગન કરશન કારાવદરાને આરોપી ઠરાવી આજીવન કેદની સજા ફટકારી હતી.

આ મામલે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરવામાં આવતા ભીમાભાઇ ઓડેદરા અને છગન કારાવદરાને જામીન મુકત કરવામાં આવ્યા હતા. કુટુંબીજનોના ડબર મર્ડરનો બદલો લેવા માટે ત્રણ વર્ષ પહેલા સલીમ સંધી, અલ્તાફ અને ખાલીદ દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું હતું. પોલીસે આદિત્યાણા ગામે સલીમ ઇસ્માઇલ ઉર્ફે ટી.ટી. મુદરા નામનો શખ્સ તેના ઘરે આવ્યો હોવાની બાતમીના આધારે ઝડપી લીધો હતો. અને તમચો તથા બે કાર્ટિંસ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ફાયરીંગ કેસમાં વધુ એક આરોપી સરફરાજ મામદને પણ પોલીસે પકડી પાડેલ છે.

(12:41 pm IST)
  • ગુજરાત રાજયસભાની બે બેઠકોની ચૂંટણી અલગ અલગ તારીખોએ કરવા ચૂંટણીપંચે આદેશ આપ્યો છે : તારીખો હવે પછી જાહેર થશે access_time 5:02 pm IST

  • લલીત વસોયા અચાનક દિલ્હી પહોંચ્યા : મોટું પદ મળવાની ચર્ચા : કોંગ્રેસના સૌરાષ્ટ્રના મોટા ગજાના નેતા અને ધારાસભ્ય લલીતભાઈ વસોયા ગઈકાલથી દિલ્હીમાં ધામા નાખ્યાનું જાણવા મળે છે : એવી વિગતો ચર્ચાય છે કે લલીતભાઈને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવે તે માટે સમાજના આગેવાનો સહિત ચારેકોરથી દબાણ થઈ રહ્યુ છે : સંભવતઃ લલીતભાઈને કોંગ્રેસ વિધાનસભાના નેતા બનાવે તેવી પણ સંભાવના ચર્ચાય છે access_time 4:12 pm IST

  • ધોરાજી કોંગ્રેસનો ગઢ તૂટ્યો : જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિઠ્ઠલ હિરપરા પૂર્વ સૈનિક ગંભીરસિંહ વાળા ૫૦૦ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા: કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી ન શકે તો કાર્યકર્તાઓ કયાંથી સચવાઈ ? ભુપેન્દ્રસિંહ ચુડાસમા * પેઝ પ્રમુખ અને તાલુકા જિલ્લાની ચૂંટણીઓ જીતવી એ લક્ષ્યાંક : મનસુખભાઇ ખાચરિયા access_time 11:24 am IST