Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

બાબરાના ભીલડી ગામના પ્રફુલભાઇ રાજ્યગુરૂનું બાઇકની ઠોકરે ચડતાં મોત

જીન મીલમાંથી નોકરી પુરી કરી ચાલીને ઘરે જતા'તાઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૧: બાબરાના ભીલડી ગામમાં પગપાળા જઇ રહેલા પ્રફુલભાઇ જાદવભાઇ રાજ્યગુરૂ (ઉ.વ.૪૫) બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

પ્રફુલભાઇ ભીલડીમાં ચિતલ રોડ પર જીન મીલમાં નોકરી કરતાં હતાં. ત્યાંથી ૧૮મીએ સાંજે છુટીને ઘર તરફ પગપાળા જઇ રહ્યા હતાં ત્યારે ચિતલ રડ પર દેસાઇ કોટન પાસે એક બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સ્થાનિક સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. અહિ ગત મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્રી છે. પોતે ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં.

(11:44 am IST)