Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ઉપલેટાના ચરેલ ગામે હત્યારાઓએ મહિલાની હત્યા કરી આતંક મચાવ્યો છેઃ ન્યાય નહિં મળે તો હિજરત

કલેકટરને યુવા ભીમ સેનાનું આવેદનઃ સરકારે આપેલ વચનનું તાકિદે અમલ કરાવો...

રાજકોટ તા. ૧૯: રાજકોટ યુવા ભીમસેનાએ કલેકટરને આવેદન પાઠવી ઉપલેટા તાલુકાના ચરેલ ગામમાં થયેલ અત્યાચારરૂપી હત્યાના ભોગ બનનાર પરિવારને તથા ગામમાં રહેતા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના પરિવારોને હીરજત તરીકે વસાવવા અંગેના સરકારના વચનો તાત્કાલીક અમલ કરવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવ્યું હતું કે, ઉપરોકત વિષયમાં પણ આજ રીતે અત્યાચારરૂપી એક મહિલાની હત્યા ચરેલ ગામના ગુંડારૂપી હત્યારાઓ દ્વારા હત્યા કરી આતંક મચાવી પરિવારોને હીજરત કરવા મજબુર કરવામાં આવેલ છે. જે અન્વયે વારંવાર રજૂઆતો કરવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા ઠાલા વચનો આપવામાં આવે છે. આપના ઉપરોકત સંદર્ભ પત્રમાં દિવસ-ર માં યોગ્ય નિર્ણય કરી જામકંડોરણા મુકામે મુળ રજુઆત મુજબ પુનઃ સ્થાપન કરવા રજૂઆત કરવામાં આવેલ છે. જેને પણ આજે પાંચ માસ કરતાં પણ વધુ સમય વિતી ગયેલ છે, અને પીડિત લોકોને યોગ્ય રીતે પુનઃસ્થાપન કરવામાં આવેલ નથી. હાલમાં આ ગામના અત્યાચારોથી ભોગ બનેલા લોકો ભયના ઓથારથી થર-થર કાંપી રહ્યા છે. આ અંગે તાત્કાલીક નિર્ણય લઇ યોગ્ય રીતે દિવસ-પ માં પુનઃસ્થાપન અંગેનો હુકમ કરી યોગ્ય કરશો અન્યથા ચરેલ ગામના લોકો ગામથી રાજકોટ સુધીની પદયાત્રા કરશે, અને તેમાં યુવા ભીમસેના દ્વારા સમગ્ર રાજકોટ શહેર જિલ્લા તથા ગુજરાતભરમાંથી અનુસૂચિત જાતિના લોકો તા. ર૬ના રોજ રેલી, આંદોલનરૂપી ઉમટી પડશે અને તે દરમિયાન શાંતિપૂર્ણ રીતે આંદોલનમાં કોઇપણ બનાવો બનશે તો તેની જવાબદારી સરકારની તથા તંત્રની રહેશે તેમ યુવા ભીમસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી. ડી. સોલંકીએ આવેદનમાં ઉમેર્યું હતું.

(11:41 am IST)