Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કાર્યકર્તાઓને પેઈજ પ્રમુખનું જ્ઞાન આપ્યું

સુલતાનપુરના માજી સરપંચ કાકુભાઈ વાછાણીએ ભાજપનો ખેસ ધારણ કર્યો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૧: આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોય જેના ભાગરૂપે રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપના કાર્યકર્તાઓની મીટીંગ લેવામાં આવી હતી અને આ મિટિંગમાં ભાજપના કાર્યકર્તાઓ ને પેઈજ પ્રમુખ અંગેનું જ્ઞાન પીરસવામાં આવ્યું હતું.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગત પેટા ચૂંટણીમાં આઠ બેઠકો કોંગ્રેસની હોવા છતાં પણ તેના પર ભાજપનો વિજય થતાં ભાજપના કાર્યકર્તાઓ માં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આગામી સ્વરાજયની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા પંચાયતમાં ચૂંટણીઓ યોજાનાર છે જેમાં ભાજપ કામ, નામ અને આયોજન થી જીતશે, અદ્યરી લાગતી બેઠકો પણ પેઈજ પ્રમુખના આયોજનથી જીતી શકાશે તેવો દ્રઢ નિર્ધાર છે તાલુકા મથકે પેઈજ પ્રમુખ ની ગોઠવણી ચાલી રહી હોય આ સંગઠન શાસ્ત્રની નવી પદ્ઘતિ છે તેવું અંતમાં જણાવ્યું હતું.

(11:40 am IST)