Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ધ્રાંગધ્રામાં જુગાર રમતા ૬ ઝડપાયા

વઢવાણ,તા. ૨૧: એલ.સી.બી. ટીમ દ્વારા ખાસ પેટ્રોલીંગ હાથ ધરી જુસબ ઉર્ફે ભાણો યુસુફભાઇ માલાણી (મુમાન) રહેધ્રાંગધ્રા, જુની મોચીવાડ તા.ધ્રાંગધ્રા વાળાએ પોતાના રહેણાંક મકાનના બીજા માળે જુગારનો અખાડો ચલાવતા

રેઇડ કરતા છ ઇસમો (૧) કૈલાશભાઇ જગાભાઇ પીઠવા (પંચાલ) ગ્રીનચોક  (૨) લાલજીભાઈ પમાભાઇ સોલંકી (અનુજાતિ) રહે.નવલગઢ  (૩) દલસુખભાઇ કરશનભાઇ મકવાણા (અનુજાતિ) રહે. ધ્રાંગધ્રા, જુની મોચીવાડ તા ધ્રાંગધ્રા (૪) દિલીપસિંહ ભીખુભા જાડેજા (દરબાર) રહે.ધ્રાંગધ્રા, કુડા ફાટક પાસે (૫) મનસુખભાઇ ગોવિંદભાઇ પરમાર (અનુજાતિ) રહે.નવલગઢ (૬) ઇન્દ્રીશભાઈ બાબાભાઇ મોવરજુની મોચીવાડ તા. ધ્રાંગધ્રા વાળાઓ રૂ.૧૦,૫૬૦/- તથા ગંજીપાના નંગ-પ૨ કી.રૂ.૨૦/તથા મોબાઇલ નંગ-૫ કી.રૂ.૯૫૦૦/ મળી કુલ રૂા૨૦,૦૬૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ તેમજ આરોપી જુસબભાઇ ઉર્ફે બભાણો યુસુફભાઇ માલાણી હાજર મળી આવેલ ન હોય આ કામે તમામ આરોપીઓ વિરુધ્ધ ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે માં જુગારધારા હેઠળનો ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એસ.એસ વરૂ એ એસ આઇ. એન ડી ચુડાસમા તથા પો.કોન્સ દિલીપભાઇ ભુપતભાઇ તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા નિર્મળસિંહ મંગળસિંહ એ રીતેની ટીમ દ્વારા બાતમી આધારે રેઇડ કરી જુગારધારા હેઠળનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.

(11:38 am IST)