Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ભાયાવદરના મોટીપાનેલી ગામે ક્રિકેટનો સટ્ટો રમતા બે અને જુગાર રમતા ચાર પકડાયા

રેન્જ ડી.આઇ.જી.ના આર.આર. સેલ અને ભાયાવદર પોલીસનો દરોડો

રાજકોટ, તા.ર૧ :  ભાયાવદરના મોટીપાનેલી ગામે રેન્જ ડી.આઇ.જી.ના આર.આર. સેલે રેઇડ કરી ક્રિકેટનો સટ્ટો રમતા બે શખ્સને અને ભાયાવદર પોલીસે જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા.

મોટીપાનેલી ગામે લીમડાચોક નવરોજ પાન પાસે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે રમાતા ટવેન્ટી-ટવેન્ટી મેચમાં ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાની બાતમી મળતા આર.આર. સેલ.ના પો.કો. શિવરાજભાઇ ખાચર સહિતના સ્ટાફે રેઇડ કરી સટ્ટો રમાડતા અમીત ઉર્ફે ટીનો દિપકભાઇ ચાવડા રે. મોટીપાનેલી તથા સંદિપ અશ્વીનભાઇ ચાવડા રે. મોટીપાનેલીને રોકડા રૂ. ૩૧૦૦ તથા મોબાઇલ મળી કુલ ૧૩૧૦૦ના મુદ્દામાલ અને ઝડપી લીધા હતા. પકડાયેલ અમીન ધર્મની સોની રે. ખંભાત તથા અશ્વીન ચંદુલાલ અમરાભાઇ જાદવ રહે. પાનેલી પાસેથી ઓનલાઇન એપ્લીકેશન લીંક, યુઝરનેમ તથા પાસવર્ડ મેળવી ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાનું ખુલતાં ઉકત ચારેય શખ્સો સામે ભાયાવદર પોલીસમાં ગુન્હો દાખલ કરાવી ધર્મેની તથા ચંદુલાલની શોધખોળ હાથ ધરાઇ છે.

તેમજ ભાયાવદર પોલીસ મથકના પો. કો. મહાવીરસિંહ ડોડીયા સહિતના સ્ટાફે મોટી પાનેલી ગામે મોહનનગરમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા  રત્નાભાઇ ચૌહાણ, અશ્વિન ઘેલાભાઇ મકવાણા, માલદે બોધાભાઇ સોલંકી તથા ઘેલાભાઇ કાનાભાઇ મકવાણા રહે. તમામ મોહનગર મોટી પાનેલીને રોકડા રૂ. પર૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:37 am IST)