Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

વિંછીયાના અજમેર ગામે જુના મનદુઃખમાં બધાભાઇ રાઠોડ ઉપર કુહાડીથી હુમલો

રાજકોટ, તા., ૨૧: વિંછીયાના અજમેર ગામે જુના મનદુઃખમાં પ્રૌઢ ઉપર કુહાડીથી હુમલો થયો હતો.

મળતી વિગતો મુજબ અજમેર ગામે રહેતા બધાભાઇ ગોરાભાઇ રાઠોડ દુધ ભરીને પોતાના ઘરે આવતા હતા ત્યારે તે જ ગામના રામજી લખમણભાઇ રાઠોડએ રસ્તો આંતરી ગાળો આપી કુહાડીથી હુમલો કરતા બધાભાઇ રાઠોડને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત બધાભાઇ અને આરોપી રામજી વચ્ચે જસદણ દવાખાને ઝઘડો થયેલ તેનો ખાર રાખી આરોપી રામજીએ હુમલો કર્યો હતો.

આ અંગે ઇજાગ્રસ્ત બધાભાઇએ ફરીયાદ કરતા વિંછીયા પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ હેડ કો. ધનજીભાઇ ચલાવી રહયા છે.

(11:36 am IST)