Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

જામજોધપુરમાં 'આપ'નું સંમેલન

 જામજોધપુર : આમ આદમી પાર્ટી દ્વારા બ્રહ્મસમાજના વાડી મુકામે કાર્યકર્તા સંમેલન યોજાયુ હતુ જેમાં આમ આદમી પાર્ટી જામનગર જિલ્લા ઉપપ્રમુખ પ્રવિણભાઇ નારીયા તથા દવાસ જીલ્લા ઉપપ્રમુખ એમ.યુ.જેઠવા તાલુકા પ્રમુખ રાકેશ પરમાર તથા તાલુકા શહેરના હોદ્દેદારો તથા મહિલા કાર્યકર્તા ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યકર્તા સંમેલનને ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી પ્રમુખ ગોપાલ ઇટાલીય તેમજ જામનગર જિલ્લા પ્રમુખ ભાવેશ સભાડીયા દ્વારા મોબાઇલથી સંબોધન કર્યુ હતુ. પીન્ટુબેન પરમાર, તાલુકા મહિલા પ્રમુખ બંસીબેન જોશી, શહેર મહામંત્રી ભાવનાબેન નાગર, તાલુકા મહિલા ઉપપ્રમુખ તેમજ મીનાક્ષી વ્યાસને જામજોધપુર શહેર પ્રમુખ તરીકેના હોદ્દાના પત્ર આપી નિયુકતી આપી હતી.

(11:35 am IST)