Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

તળાજા કોર્ટ કમ્પાઉન્ડમાં બનશે રેસિડેન્શીયલ જયુડીશિયલ કવાર્ટર

ભાવનગર : તળાજા મા નવીકોર્ટ બન્યા બાદ કોર્ટની સુવિધામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.છેલ્લે સેસન કોર્ટ મળ્યા બાદ હવે અહીં ૧.૬૮ કરોડ થી વધુના ખર્ચે રેસિડેન્સીયલ કવાર્ટર ફોર જયુડિશિયલ બનાવવા માટે નું ખાત મુર્હત પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ સાહેબ આર.ટી.વાછાણી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. છ માસ માં માર્ગ અને મકાન વિભાગ ભાવનગર દ્વારા કોન્ટ્રાકટર પાસે થી ઇ- ટાઈપ યુનિટ ૧ અને ડી ૧ ટાઈપ યુનિટ ૩ કવાર્ટર કોર્ટ કમ્પાઉન્ડમાં જ બનશે.જેનો ખર્ચ ઈં .૧,૬૮,૩૮,૨૮૯ નો આકવામાં આવ્યો છે. આકાર્યક્રમમાં અહીંની કોર્ટના જજશ્રી વાય.આઈ.શેખ,જે.એમ.બ્રહ્મ ભટ્ટ,આર.વી.સોની ઉપરાંત પ્રો. આઈ.પી.એસ.અધિકારી વિજયસિંહ ગુર્જર,પ્રાંત અધિકારી મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

(11:34 am IST)