Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

બીજાના ભલામાં આપણું ભલુ એ સુત્રને જીવી જનારા

પ્રગટ બ્રહ્મસ્વરૂપ પૂ. પ્રમુખ સ્વામીનો આવતીકાલે ૯૯મો જન્મદિન

વિશ્વના પપ દેશોમાં અને ૧૭ હજારથી વધુ ગામોમાં અઢી લાખથી વધુ ઘરોમાં ધર્મઉપદેશ આપેલઃ લાખો લોકોને વ્યસનમુકિત અપાવેલઃ કાલે આસ્થા ટીવી ચેનલ ઉપર જન્મ જયંતી મહોત્સવની વર્ચ્યુઅલ અનુભુતીનો સત્સંગીઓને લાભ મળશે

વાંકાનેર : બીએપીએસ શ્રી સ્વામી નારાયણ સંસ્થાના વડા પ.પૂ. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો આવતીકાલે રર ડિસેમ્બરના ૯૯મો જનમદિવસ છે. પૂ. પ્રમુખ સ્વામી મહારાજ શ્રી (બાપા)નો જીવન સુત્ર હતું કે બીજાના ભલામાં આપણું ભલુ છે, બીજાના સુખમાં આપણુ સુખ છે અને બીજાના ઉત્કર્ષમાં આપણી ઉત્કર્ષ છે. આ હતુ એમનું જીવન સુત્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજ દેશ-વિદેશમાં અસંખ્યના હૈયામાં અપાર આદર અને પ્રેમ વ્યકિત સાથે જોડાયેલા હતા.

જયા નાત જાતના ભેદભાવ મટી જાય. જયાં ગરીબ લોકોના હૈયા મટી જાય, જયાં સમર્થ અને સાધારણ ભેદ મટી જાય અને જયાં દેશ-વિદેશના સીમાળાઓ ભુસાઇ જા એવા એક યુગ પુરૂષ પૂ. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજશ્રીએ શ્રી સ્વામી નારાયણ અક્ષરધામ સાંસ્કૃતિક પરીસરો સહીત ૧૧૦૦થી વધુ મંદીરો રચીને ભારતીય સંસ્કૃતીની નવ ખંડીત કર્યા છે.

જેમણે સતત ભગવત ભકિતમય વિશ્વમાં પર દેશોમાં અને સતર હજાર ૧૭૦૦૦ થી વધારે ગામોમાં અઢી લાખથી પણ વધારે લોકોના ઘરોમાં જઇને ધર્મ શીપ, હુંફ આપીને લાખો લોકોને વ્યસન મુકત કર્યા છે. પૂ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજે લાખો પત્રો લખીને જીવનની સાચી લાજ દીધેલ છે.

પૂ. બાપા એક પ્રેમાળ પુરૂષ સંત હતા કે જેમણે ગરીબ, આભાલ, વૃધ્ધ, નાના મોટા સહુ કોઇને ભીંજાણા છે. પૂ. પ્રમુખ સ્વામી મહારાજ શ્રીએ વિશ્વભરમાં હજારો વાર મંડળી અને સત્સંગ મંડળીમાં એક ભગીરથી સમાજનું પ્રેમાળ કાર્ય પૂ. બાપાએ કર્યુ છે. જેમણે લાખો વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ વિદ્યાલય રચ્યા છે. એક એવા યુગ પુરૂષ કે જેમણે હજારથી વધારે સંતોને ભારતીય સંત પરંપરાનું ગૌરવ વધાર્યુ છે. દીક્ષા આપી છે. તેમજ પૂ.શ્રી પ્રમુખ સ્વામી મહારાજશ્રી જયારે જયારે કોઇ પણ જગ્યાએ આફત સમય આવે જેમ કે ભુકંપ, વાવાઝોડુ, સુનામી એવા સંકટ સમયમાં રસોડુ ખોલેલ છે. તેમજ કીટ વીતરણ, તેમજ અનેક સહયોગ આપેલ છે. તેમજ આરોગ્ય ક્ષેત્રે પણ પૂ. બાપાની એક અનોખો સેવાયજ્ઞ હતો. ગાંધીનગરમાં અક્ષરધામમાં આત઼કવાદના જવાબમાં પણ પૂ. બાપાએ પ્રાર્થનાથી ક્ષમાપના આપી દીધેલ જેઓ હંમેશા માન-અપમાનથી પર રહયા એક એવા દિવ્ય પુરૂષ કે અનેક પ્રવૃતિઓ હોવા છતા ભગવાનને કદી ભુલ્યા નથી. ૯પ વર્ષ સુધી સતત બીજાના ભલામાં આપણુ ભલુ છે  એ જીવનપત્ર એને જીવન જીવી જાણ્યું છે. પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજશ્રી જોડીયાના ભાદરા મુકામે આવેલ બીએપીએસ મંદિરમાં કે જયાં ગુણાતીતાનંદ સ્વામીજીના જન્મ સ્થાનમાં ભાદરામાં આવેલ શ્રી સ્વામી નારાયણ મદિરમાં પૂ. પ્રમુખ સ્વામી મહારાજ દર્શન કરવા પધારતા હતા.

વિશ્વભરમાં સહુને વ્યસનમુકિત કરીને આદર્શ જીવનનો માર્ગ બતાવનાર ધર્મભિમુખ કરનાર સહુના જીવનમાં અજવાળા પુરનાર પૂ. પ્રમુખ સ્વામી મહારાજ શ્રીએ ઇ.સ. ૧૯૯૬ સાળંગપુર ધામની પાવન ભુમીમાં દેહ છોડયો. આવા દિવ્ય પુરૂષ ભલે આપણી વચ્ચે ન હોય પરંતુ સૌ પર આજે પણ કૃપા દ્રષ્ટિ વરસાવી રહયા છે. સહુના જીવનમાં સત-ધરમના અજવાળા પુરે છે એવા દિવ્ય સંત પૂ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજશ્રીનો આવતીકાલે રર ડિસેમ્બરના ૯૯માં જન્મજયંતી નીમીતે કોટી કોટી વંદન.

પૂ. પ્રમુખ સ્વામી મહારાજનો ૯૯ મો જન્મ જયંતી મહોત્સવ પ્રભાવક વર્ચ્યુઅલ અનુભુતીનો લાભ તારીખ રરને મંગળવારના સાંજે ૭.૩૦ વાગ્યાથી ૧૦.૦૦ વાગ્યા સુધી આસ્થા ટીવી ચેનલ જીટીપીએલ કથા ચેનલ નં. પપપ લાઇવ બીએપીએસ.ઓઆરજી  પર આવશે.

સંકલનઃ

હિતેશ રાચ્છ

વાંકાનેર

મો.૯૮રપ૪ ૪ર૮પ૭.

(11:34 am IST)