Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

મોરબીમાં ભૂલી પડેલી માનસિક બિમાર યુવતીને સખી વન સ્ટોપે યુવતીને હૂંફ આપી

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ર૧ : કચ્છની રહેવાસી માનસિક બીમાર યુવતી દ્યરેથી નીકળ્યા બાદ મોરબી આવી પહોંચી હતી જે માનસિક રીતે બીમાર હોય જે યુવતીની સખી વન સ્ટોપ સેન્ટરે યોગ્ય માવજત કરી હતી અને યુવતીને હુંફ પૂરી પાડી મદદ કરી હતી

રેલ્વે લાઇન ૧૮૧ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર પર ભૂલી પડી ગયેલ માનસિક બીમાર ૨૨  વર્ષીય યુવતીનું સતત કાઉન્સેલિંગ કર્યા બાદ તે કચ્છ ભુજના મોટા વરનોરા ગામની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું યુવતીને માતાપિતા ના હોય અને બાળપણથી જ માસીના દ્યરે રહેતી હતી તેની માનસિક સ્થિતિ સારી ના હોય જેથી ઘરેથી નીકળી હોવાનું જાણવા મળ્યું હતું અને યુવતીને છ દિવસ સુધી વન સ્ટોપ સેન્ટર ખાતે રાખી જરૂરી સેવાઓ આપી હતી અને પરિવારનો સંપર્ક કર્યા બાદ પરિવારને સોપવામાં આવી હતી .

(11:33 am IST)