Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ધોરાજી મસ્જીદે હારૂનમાં સમયસર નમાઝ પઢતા ૪૦ બાળકોને ઇનામ વિતરણ

 ધોરાજી : ધોરાજી માં અલીનગર વિસ્તારમાં આવેલ મસ્જીદે હારૂન માં આજ રોજ ૫૦ દિવસથી ૫ વકત જમાત સાથે નમાજ અદા કરતા ૬ થી ૧૨ વર્ષ ના અંદાજિત ૪૦ જેટલા બાળકોને ઇનામ વિતરણ મસ્જીદના ટ્રસ્ટ તરફ થી કરવામાં આવ્યું હતું.જેમાં ૬ બાળકોને સાયકલ વિતરણ કરવામાં આવી હતી,અને બીજા ૩૫ જેટલા બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું.મસ્જીદ ના ઇમામ સાહેબ દ્વારા બાળકોને દિની અને દુનાયાવી તાલીમ મળે તે અને કોરોના વાઈરસ નેસ્તનાબૂદ થાય એવી દુઆ કરમાં આવી મસ્જીદમાં ખાસ ઇજતેમા - એ ખાસ નામ થી તાલીમ આપવામાં આવે છે. નઈમભાઈ લોખંડવાલા એ જણાવેલ કે આ ઇનામ વિતરણનો હેતુનાના બાળકો ને ૫ વકતના નમાજના પાબંદ કરે તે છે તેમ મતીનબાપુ સૈયદની યાદી જણાવે છે.

(11:32 am IST)