Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

પોરબંદરમાં મેગા રકતદાન કેમ્પ યોજાયો : તંત્રના અધિકારીઓ કર્મચારીઓએ કુલ ૨૫૬ યુનિટ રકત આપ્યું

પોરબંદર તા.૨૧: પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી તથા ભાવસિહજી હોસ્પિટલના સંયુકત ઉપક્રમે જિલ્લા પંચાયત કચેરી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમા પોરબંદર જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમા ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓ તથા અન્ય સેવાભાવી લોકોએ ઉત્સાહ પુર્વક જોડાઇને ૨૫૬ યુનિટ રકત એકત્ર કરાયુ હતુ.

કોવિડ-૧૯ની મહામારીના કારણે પોરબંદર જિલ્લામાં વિવિધ રોગોના દર્દીઓને બ્લડની વધારે પ્રમાણમાં જરૂરીયાત હોય, જેથી દર્દીઓને પુરતા પ્રમાણમાં બ્લડ મળી રહે અને બ્લડ બેંકમાં બ્લડની અછત ન રહે તે માટે ભાવસિંહજી હોસ્પિટલ તથા જુદી જુદી સંસ્થાઓ દ્રારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે છે. દર્દીઓને સરળતાથી બ્લડ મળી રહે તે હેતુથી જિલ્લા કલેકટર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જિલ્લા પંચાયત ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં પોરબંદર જિલ્લાની જુદી જુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓએ બ્લડ ડોનેટ કરીને સમાજના નાગરિક તરિકેની નૈતિક ફરજ નિભાવી હતી. હેલ્થ વિભાગ દ્વારા રકતદાતાઓનું હેલ્થ સ્ક્રિનિંગ કરાયુ હતું.

(11:32 am IST)