Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

વઢવાણ પાસે ૧૧ લાખનો દારૂ-બિયર કબ્જે

બલદાણા પાસે આશાપુરા હોટલના મેદાનમાંથી પોલીસે રાત્રિના કટિંગ કરતી આઇશર ગાડી ઝડપી લીધી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૧: ૩૧ ડીસેમ્બરનો તહેવાર આવતો હોય.જેથી સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે રોડ ઉપર ખાસ પેટ્રોલીંગ હાથ ધરી વિદેશી દારૂની હેરાફેરી અટકાવી,આવા વાહનો શોધી કાઢી પ્રોહીબીશનના સફળ કેશો શોધી કાઢવા અંગે માર્ગદર્શન આપી સુરેન્દ્રનગર ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેવા સુચના હોય.

જે અંગે વઢવાણ પો.સ્ટે. ના પો.સબ ઇન્સ. ડી.ડકચુડાસમા નાઓ પો. સ્ટાફના પો. હેડ કોન્સ. પ્રદ્યુમનસિંહ ગંભીરસિંહ ઝાલા તથા મહાવિરસિંહ દેવજીભાઇ પઢેરીયા તથા પો.કોન્સ. રોનકભાઇ રામજીભાઇ વાચા તથા જયપાલસિંહ સુરૂભા રાઠોડ તથા બળદેવસિંહ પરબતસિંહ પઢીયાર વિગેરે વિલેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ચોકકસ હકિકત મળેલ કે બલદાણા ગામના પાટીયા પાસે આશાપુરા હોટલના મેદાનમાં એક આઇશર ગાડી નં.UP-93-AT-8555 વાળીમાં વિદેશી દારૂ ભરેલ હોય રેઇડ કરતા જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ ૧૮૦ કિ.રૂ.૧૦,૭૫,૫૦૦ તથા બીયર ટીન નંગ ૩૬૦ રૂ.૩૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૨ કી.રૂ.૧૦,૦૦૦ તથા આઇશર ગાડી નં.UP-93-AT-8555 ની કી.રૂ.૧૫,૦૦,૦૦૦/ સહીત કુલ કિ.રૂ.૨૬,૨૧,૫૦૦/- ના મુદામાલ સાથે  (૧) પ્રવીણ ઉર્ફે કાળા રમેશભાઇ ગીડ (બૈરાગી, ઉ.વ.૨૩ રહે. પનીહારી તા.બરવાલા જી.હીસાર (હરીયાણા) (૨) નવીન કુલદીપ પાનું (જાટ) ઉ.વ.૨૬ રહે.મદીના તા.મહેમ જી. રોહતક (હરીયાણા) પોલીસ તપાસમાં ને પકડી પાડેલ છે.

વઢવાણ પો.સ્ટે. ના પો.સબ ઇન્સ. ડી.ડી. ચુડાસમા નાઓ પો.સ્ટાફના પો.હેડ કોન્સ. પ્રદ્યુમનસિંહ ગંભીરસિંહ ઝાલા તથા મહાવિરસિંહ દેવજીભાઇ પઢેરીયા તથા પો.કોન્સ. રોનકભાઈ રામજીભાઇ વાનેચા તથા જયપાલસિંહ સુરૂભા રાઠોડ તથા બળદેવસિંહ પરબતસિંહ પઢીયાર નાઓ એ રીતેની ટીમ દ્વારા રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે રોડ ઉપર બલદાણા ગામના પાટીયા પાસે આશાપુરા હોટલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ આઇશર ગાડી પકડી પ્રોહીબીશનનો સફળ કેસ શોધી કાઢેલ છે.

(11:28 am IST)