Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ભાવનગરમાં વાડી વિસ્તારમાં પાંચ લાખનો દારૂ ઝડપાયો

ભાવનગર તા.૨૧ : આર.સેલ, ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરના માર્ગદર્શન મુજબ બાતમી આધારે ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાબેના આણંદપર ગામની સીમમાં અજયસિંહ રણધીરસિંહ ગોહીલના કબ્જા ભોગવટા વાળી 'નવાણ વાડી' તરીકે ઓળખાતી વાડીમાં આવેલ ઓરડીમા છુપાવેલ વિદેશી દારુની બોટલ નંગ-૧૬૬૮ (પેટી નંગ-૧૩૯) કિં.રૂ. ૦૫,૦૦,૪૦૦/- નો મુદામાલ પકડી પાડેલ અને મજકુર ઇસમ હાજર મળી આવેલ ન હોય પો.કોન્સ. એઝાઝખાન પઠાણ એ ફરીયાદ આપી પ્રોહી. એકટ તળે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં સ્ટાફના હેડકોન્સ. બાબાભાઇ હરકટ તથા નિતીનભાઇ ખટાણા તથા જયપાલસિંહ ગોહીલ વિગેરે જોડાયા હતા.

(11:24 am IST)