Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ-વિંછીયા તાલુકામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ - ખાતમુર્હુત

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૧: પશુપાલન અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયા અને જસદણ તાલુકામા કુલ રૂ ૧.૦૬ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા. વિંછીયા તાલુકાના ફુલઝર ગામે અંદાજિત રૂ. ૩૨ લાખના એપ્રોચ રોડનું ખાતમુર્હુત, એ.ટી.વી.ટી૨૦૧૮-૧૯ ના વર્ષની ગ્રાન્ટમાંથી રૂ. (પ) પાંચ લાખના ખર્ચે દ્યન કચરાના નિકાલ માટેના ટેકટર તથા અંદાજિત રૂ. ૭૪.૦૪ લાખના ખર્ચે જસદણ નગર પાલિકાના જસદણ-વિંછીયા રોડના સી.સી અને આર.સી.સી રોડનું ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યોને પહોંચાડવા તે જ રાજય સરકારનો ઉદેશ્ય છે. જે અંતર્ગત આ વિસ્તારના લોકોને પેટા આરોગ્ય્ કેન્દ્ર, પીવાના શુઘ્દ્ય પાણીની સુવિધા માટે સંપ, આર.સી.સી અને પેવિંગ બ્લોક વાળા રસ્તા સહિતની સુવિધા ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે. નજીકના ભવિષ્યમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ નલ સે જલ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨ સુધીમાં લોકોના દ્યરે પાઈપલાઈન મારફતે પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવા સરકાર કટીબધ્ધ છે.

ખાતમૂર્હુત અને લોકાર્પણ પ્રસંગે ફુલઝર ગામના સરપંચ કાળુભાઈ ડેરવાડીયા, ઉપસરપંચ ડાયાભાઈ ઝાપડીયા, વિંછીયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ડાભી, પ્રાંત અધિકારી પ્રિયાંક જે. ગલ્ચર, તાલુકા વિકાસ અધિકારી વી.આર.રાબા, મામલતદાર આર.બી.ડાંગી સહિતના અગ્રણીશ્રીઓ સોશ્યલ ડીસસ્ટન્સીંગ જાળવીને ઉપસ્થિત રહ્યા હતા. જસદણમાં ખાતર્મુહુત સમારોહ પ્રસંગે પાલિકા પ્રમુખ અનિતાબેન રૂપારેલીયા, અશોકભાઈ મહેતા, દુર્ગેશભાઈ કુબાવત, કાજલબેન ધોડકિયા સહિતના જસદણ શહેર ભાજપના આગેવાનો, પાલિકાના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(9:58 am IST)