Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

મોરબીના શાકમાર્કેટમાં બાઇક પાર્ક કરવા મુદે બઘડાટી : ત્રણ શખ્સોએ વૃધ્ધને મારમાર્યો

માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસ ફરિયાદ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૨૧: મોરબીની શાકમાર્કેટમાં શાકભાજી લેવા ગયા હોય ત્યારે મોટરસાયકલ પાર્ક કરવા મુદે મહિલા સહીતના ત્રણ શખ્શોએ વૃદ્ઘને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

મોરબીના સો ઓરડી રામાપીર મંદિર પાસે રહેતા ધનજીભાઈ દેવજીભાઈ જાદવ (ઉ.વ.૬૮) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે શાકમાર્કેટમાં શાકભાજી લેવા ગયા હોય અને આરોપી કારીબેન દેવીપુજકની રેકડી પાસે મોટરસાયકલ પાર્ક કરતા મોટરસાયકલ લઇ લેવા કહીને બોલાચાલી કરી હતી તેમજ લાડલી સિલેકશન દુકાનનો માણસ અને અજાણ્યો પુરુષ રહે મોરબી વાળાએ ગાળો આપી ઢીકા પાટું માર મારી શાકભાજીની છરી મારી ઈજા કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે એ ડીવીઝન પોલીસે મારામારી તેમજ એટ્રોસિટી એકટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(9:57 am IST)