Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

મોરબીના ગાંધી ચોક પાસે નોટનંબરી જુગાર રમતા બે ઝડપાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૨૧: ગાંધી ચોક પાસે જાહેરમાં બે ઈસમો નોટનંબરી જુગાર રમતા હોય જે બાતમીને પગલે એ ડીવીઝન પોલીસે દરોડો કર્યો હતો જેમાં નોટ નંબરી જુગાર રમતા આરોપી અકબર ઈબ્રાહીમ શાહમદાર રહે સબ જેલ પાછળ મોરબી અને મનીષ ઉર્ફે મુનો મહાદેવ કોળી રહે પીપળી ગામ બેલા રોડ રામવિલા સોસાયટી મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૦૫૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:56 am IST)