Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

હળવદમાં યુવકે દારૂ પીને યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું

વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરતો હતો : કુવતીની ફરિયાદના આધારે પોલીસે વિશાલ એરવાડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી છે : રિપોર્ટ

મોરબી,તા.૨૦ : અત્યારે દુષ્કર્મના કેસ છાસવારે બનતા રહે છે ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના હળવદના ગ્રામ્ય પંથકમાં બની હતી. હતી. અહીં યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચરીને તેનો વીડિયો ઉતારીને બ્લેકમેઈલ કરતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી પ્રમાણે હળવદના એક ગામમાં રહેતો વિશાલ પ્રવિણ એરવાડિયા નામના યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ પ્રમાણે વિશાલ એક યુવતીને સાથે ફોટો પડાવીને તેને બ્લેક મેઈલ કરીને અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત વિશાલ યુવતીને અવાર નવાર પરેશાન કરતો હતો.

         ત્યાર બાદ વીડિયો પણ ઉતાર્યો હતો. જેના આધારે વિશાલ યુવતીને બ્લેક મેઈલ કરીને દુષ્કર્મ આચરતો હતો. જોકે, વિશાલથી કંટાળીને યુવતીએ ૧૩ ડિસેમ્બરના રોજ છેડતીની ફરિયાદ પણ નોંધાવી હતી. આરોપી વિશાલે દારુ પીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીની ફરિયાદના આધારે હળવદ પોલીસ મથકે વિશાલ એરવાડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી છે. ઉલ્લેખનીય છે કે મહેસાણાના બહુચરાજીના રામનગર ગામની સગીરા અને યુવક તારીખ ૬ની રાતે ભાગી ગયા હતા. આ બંન્નેનો શનિવારે તારીખ ૧૯મીએ મુળી તાલુકાના નાયકા ગામના ખેતરમાંથી ગળેફાંસા ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યા છે. ખેતરના માલિકે આ અંગેની જાણ પોલીસને કરી હતી.

(8:34 am IST)