Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

કચ્છના માંડવી તાલુકાના મેરાઉ ગામમાં અસ્ટ્રોસીટી કેસમાં ૯ને સજા

ભુજ તા.૨૧: ત્રણ વર્ષ પહેલા ગત ૨૬-૭-૧૪ના માંડવીના મેરાઉ ગામે દલિતો અને મુસ્લિમો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી અને મારામારીના બનાવની ફરિયાદ થઇ હતી.

હુસેનશાપીરની દરગાહ નજીક ખુલ્લી જગ્યામાંથી પાણી કાઢવાના મુદ્દે થયેલ બબાલ અંતર્ગત અશ્વીન ખેરાજ કનર, રમેશ જગશી ખાખલા, હિતેશ ખેરાજ કન્નર અને અમૃતલાલ ધનજી ડગરાએ તેમની ઉપર ધોકા,લાકડા,લોખંડના પાઇપ વડે હુમલો કરાયો હોવાની અને પતિ અપમાનિત કરાયા હોવાની ફરિયાદ કરી હતી. જે કેસ ચાલી જતા ભુજ કોર્ટના ૯મા અધિકએ જજ ટીકે રાણાએ ૯ આરોપીઓ ઇબ્રાહીમ હાજી મેઘરા, દાઉદ લુહાર, અબ્દુલ મારેથ, સાલેમામદ ગજાગ, શિદીક કુમાર, રમજુ શેખ, હૈદરરાણી કુંભાર, મામદ કુભાર, અલી ગજાગને ૨ વર્ષની કેદની સજા અને ૪૪૦૦ રૂ. દંડ કર્યો હતો.

(11:34 am IST)