Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

જામનગર ક્રાઇમ બ્રાંચનો સપાટો લાલપુરના ખેંગારપર ગામના પાટીયા પાસેથી વિદેશીદારૂની બોટલ નંગ -૮૩૮૮ કિ. રૂ. ૩૩.૩પ,ર૦૦ નો મુદ્દામાલ જપ્‍ત કરાયો

ટાટા કાર સાથે એક શખ્‍સની ધરપકડ

જામનગર : શ્રી.પોલીસ મહાનિર્દેશક શ્રી અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર તરફથી પ્રોહીબીશન તથા જુગારના કેસો શોધી કાઢવા અંગે ડ્રાઇવ રાખેલ હોય,જે અન્વયે જામનગર જીલ્લા પોલીસ વડા શ્રી દીપન ભદ્રન નાઓ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે નાઓ ની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા પો.સ.ઇ. શ્રી કે.કે. ગોહીલ તથા પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો લાલપુર પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહિ જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં  દરમ્યાન એલ.સી.બી.ના ધાનાભાઇ મોરી, રઘુવીરસિંહ પરમાર તથા વનરાજભાઇ મકવાણાને ખાનગીરાહે ચોકકસ હકિકત મળેલ કે,

જામનગરમાં કિશાનચોક, મકરાણી કબ્રસ્તાન પાસે રહેતો વસીમભાઇ યુસુફભાઇ બ્લોચ ગેરકાયદેસર ઇગ્લીશ દારૂ જથ્થો ટાટા વાહન નંબર જી.જે.૦૮ એયુ ૩૩૨૮ ભરી સમાણા જામજોધપુર તરફ જવાનો છે. તેવી ચોકકસ હકિકત મળતા લાલપુર તાલુકાના ખેંગારપર ગામના પાટીયા પાસે વોચમાં હતા,જે દરમ્યાન આરોપી યુસુફભાઇ ગનીભાઇ આંબલીયા પીંજારા રહે.કિશાનચોક,જામનગર નાઓના કબ્જાના વાહનમાથી નીચે મુજબ અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ નો જથ્થો મળી આવતા કબ્જે કરેલ છે. (૧) ઇંગ્લીશ બોટલ નંગ-૮૩૮૮ કિ.રૂ ૩૩,૫૫,૨૦૦/- (૨) ટાટા વાહન તથા મોબાઇલ ફોન તથા ટાટા વાહન મળી કુલ રૂ. ૪૩,૬૦,૭૦૦/-નો સમાવેશ થાય છે.

ઉપરોકત ઇંગ્લીશ દારૂ નો જથ્થો કબ્જે કરી,મજકુર આરોપીઓ વિરૂધ્ધ પો.હેડ.કોન્સ ફીરોજભાઇ ગુલામહુશેન દલ, નાઓએ ફરીયાદ આધારે પો.સબ ઇન્સશ્રી આર.બી. ગોજીયા નાઓએ મજકુર વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.  આ ઇંગ્લીશ દારૂ નો જથ્થો આરોપી વસીમ યુસુફભાઇ બ્લોચ રહે. કિશાનચોક, જામનગરનાઓએ મંગાવેલ હોય તથા સદરહુ ટાટા ૧૫૧૨ ના ડ્રાઇવર સરદારજી સાથે દારૂનો જથ્થો લઇ જતો જે બન્ને ઇસમો પકડી પાડવા માટે કાર્યવાહી ચાલુમા છે.

આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામા નાઓની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા. શ્રી કે.કે.ગોહીલ, શ્રી બી.એમ.દેવમુરારી, તથા એલ.સી.બી.ના માંડણભાઇ વસરા. ફીરોજભાઇ દલ, ધાનાભાઇ મોરી.વનરાજભાઇ મકવાણા, રઘુવિરસિંહ પરમાર, ભગીરથસિંહ સરવૈયા. હરદિપભાઇ ધાધલ. યશપાલસિંહ જાડેજા, નાનજીભાઇ પટેલ. ભરતભાઇ પટેલ શરદભાઇ પરમાર અશ્વિનભાઇ ગંધા, હરપાલસિંહ સોઢા,હીરેનભાઇ વરણવા, યોગરાજસિંહ રાણા, ખીમભાઇ ભોચીયા, અશોકભાઇ સોલંકી,હિતુભા ઝાલા,સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા.

(3:59 pm IST)