Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

મોરબીની વાવડી ચોકડી નજીક મોપેડ અને ટ્રક વચ્‍ચે અકસ્માત: મોપેડ સવાર બેને ઈજા

મોરબી :  મોરબી શહેરના વાવડી ચોકડી નજીક શનિવારે રાત્રીના અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં મોપેડ સવાર યુવતી સહીત બેને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી ચોકડી પાસેથી પસાર થતા મોપેડ સાથે ટ્રક અથડાયો હતો જે અકસ્માતમાં મોપેડ સવાર એક યુવતી સહીત બેને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અને યુવતીને ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરી છે બનાવ મામલે એ ડીવીઝન પોલીસ મથકના વિજયભાઈ છાશીયા સહિતની ટીમે વધુ તપાસ હાથ ધરી છે

 

 

(12:26 pm IST)