Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

જામનગરના ડી સ્ટાફના પોલીસ જમાદાર અને વચેટીયો ૭૦૦૦ની લાંચ લેતા પકડાયા

દારૂના કેસમાં નામ નહિ ખોલવા માટે બી ડીવીઝનના ચંદ્રવિજયસિંહ ઝાલાએ ૭૦૦૦ રૂ.ની માંગણી કરી'તીઃ વચેટીયો સંજય અને જમાદારને રંગે હાથે એસીબીએ દબોચી લીધા

રાજકોટ, તા., ર૧: જામનગર બી ડીવીઝન પોલીસ મથકના ડી સ્ટાફના પોલીસ જમાદાર અને વચેટીયાને ૭૦૦૦ની લાંચ લેતા રંગે હાથે જામનગર એસીબીએ ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગર બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ દારૂના એક કેસમાં નામ નહિ ખોલવા માટે ડી સ્ટાફના જમાદાર ચંદ્રવિજયસિંહ ઝાલાએ  ૭૦૦૦ રૂ.ની માંગણી કરતા ફરીયાદી યુવાને જામનગર એસીબીને જાણ કરતા  રાજકોટ એસીબી વિભાગના ડીવાયએસપી  એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબીએ લાંચનું છટકુ ગોઠવ્યું હતું અને આજે ફરીયાદી યુવાન ૭૦૦૦ની લાંચ આપવા જતા લાંચ સ્વીકારનાર વચેટીયા સંજય અને ડી સ્ટાફના જમાદાર ચંદ્રવિજયસિંહ ઝાલાને  એસીબીની ટીમે દબોચી લીધા હતા.

એસીબીના સુત્રોના જણાવ્યા મુજબ લાંચ લેતા પકડાયેલ ડી સ્ટાફના જમાદાર ચંદ્રવિજયસિંહ ઝાલા અગાઉ રાજકોટ આરઆરસેલ તથા જામનગર એલસીબીમાં અગાઉ ફરજ બજાવતા હતા.

(3:47 pm IST)