Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ચોટીલા પંથકમાં સિંહોને વિહરવાની છુટ : વન વિભાગ

રામપરામાં ૨ સિંહનો મારણ ખાવાનો વિડિયો વાયરલ : વનરાજાનો ડર દુર કરવા ગ્રામજનો સાથે બેઠક : સીસીએફ વડા શ્રીવાસ્તવની મિડીયા સાથે વાતચીત

ચોટીલા,તા.૨૧: ચોટીલા તાલુકામાં સાવજના એન્ટ્રી થી વન તંત્ર એ ખુશી સાથે કામગીરી હાથ ધરેલ છે આજે જુનાગઢ સીસીએફના વડાએ પ્રેસ કોન્ફરન્સ કરી સ્પષ્ટતા સાથે કહેલ કે સાવજ તેની પ્રકૃતિ મુજબ કુદરતી આ પંથકમાં વિહરશે ઢે  સંજયશ્રીવાસ્તવ સાથે રાજકોટ ડીએફઓ સંદિપકુમાર, સુરેન્દ્રનગરના હરેશ મકવાણા સહિતના વન અધિકારીઓ અને કર્મચારીઓએ સાવજ પરીવારના ધામા ધરાવતા ઢેઢૂકી અને રામપરા ચોબારીના ગ્રામજનો સાથે બેઠકો કરી લોકોનો ડર દુર કરવા અને સાવજ સાથે તાલમેલ સાધવા લોકોને સમજાવી તકેદારી માટે સમજ આપેલ હતી

જયારે સ્થાનિકોએ તેમને પડતી મુશ્કેલી અને ડર વર્ણવી આને પકડી લેવા માટે રજુઆત કરેલ પરંતુ ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટતા સાથે જણાવેલ કે એવુ નહી બને અને કુદરતી રીતે જ એ વિહરશે સાથે લોકોને સમજ આપેલ સિંહ માનવ ઉપર હુમલો નથી કરતો ડરશો નહી પરંતુ કોઇઙ્ગ છંછેડશે હેરાન કરશે તો ઝોખમી બની શકે છે જેથી સાવજને તેની પ્રકૃતિ મુજબ રહેવા દેવાનો અને માલીકાના પશુ મારણ કરશે તો સરકારે નક્કી કરેલ વળતર જે તે માલીકને તુરત ચુકવાશે તેમજ ખેડુતોને પાણી પાવા માટે વીજ પુરવઠો રાત્રીના બદલે દિવસે અપાય તે માટે સરકારનું ધ્યાન દોરવામાં આવશેઙ્ગ

ઉચ્ચ અધિકારીઓએ એસયન્ટીક લાયનના કાયદા અંગે જણાવી સ્થાનિકોને સિંહના ધામા સ્વીકારી લેવા અને તેની સાથે તાલમેલ સાધવા જણાવેલ જે લોકોનાં પશુઓના મારણ થયેલ તેવા બે પશુપાલક ખેડૂતને આજે વળતર નો ચેક સરકારી ધારા મુજબ ૧૬ હજાર લેખે આપેલ હતો પરંતુ ખેડુતે અસંતોષ વ્યકત કરેલ હતો

આ વિસ્તારમાં સિંહનું આગમન વન વિભાગ માટે અચરજ છે પણ ખુશી છે અભિગમને સફળતા સમાન દ્યટના છે. લોકોમાં ખોટી અફવા ને કારણે માન્યતા દ્યર કરી ગઇ છે જેથી ડર છે જે અમારા માટે ચેલેન્જ છે ડર દુર કરવા અવરનેસ માટે સતત પ્રયાસ ચાલુ થોડા દિવસો લાગશે

ગઈ કાલે રાત્રે બે નર સિંહ વન વિભાગે ગોઠવેલ ટ્રેકીંગ માં ટ્રેસ થયા છે તેમજ પ્રથમ ત્રણેક વર્ષ નું ડાલમથ્થુ અને સિંહણ હોવાની વાત હતી હવે આખો પરીવાર છે કે બે જ છે તે અંગે હજુ સ્પષ્ટતા નથી થયેલ થોડો સમય લાગશે તેમ વનવિભાગે જણાવેલ છેપંચાળમાં આવી પહોંચેલ સાવજ રામપરા ચોબારી થી ઢેઢૂકી વચ્ચેના પટ્ટામાં ફરતા રહે છે હાલ વન વિભાગ સતત પેટ્રોલીંગ સાથે તેની ચહલ પહલ ઓબ્જર્વ કરે છે જેના માટે ૨૫ વન કર્મી ની ટીમ વધારીને ૬૦ કર્મચારી ની કરવામાં આવેલ છે તેમજ સાવજના સગડ ઉપર થી ટ્રેકીંગ કરવામાં માહીર એવા ખાસ ૩ ટ્રેકરો ને ગીર માંથી ચોટીલા મુકવામાં આવેલ છે.ખોટા વાયરલ વિડીયો ફોટાઓ શેર કરવા કે અફવા ફેલાવી ગુનો બને છે લોકોને સાવધ રહેવા અને આવુ ન કરવા વન તંત્રએ અપીલ કરેલ છે નવા ડેવલોપ બની રહેલ સાવજના રહેઠાણ સમા ચોટીલા પંથકમાં કામગીરી અંગે કર્મચારીઓને સુચના આપતા ઉચ્ચ અધિકારીઓ તેમજ ગ્રામજનો સાથે યોજેલ બેઠક વળતર ની ચુકવણી, ગીર થી ખાસ આવેલ ટ્રેકર્સ તેમજ ચોટીલા પંથકમાં આવેલ વનરાજ નો પુરાવો આપતા વનખાતાએ વિડીયો વાયરલ કર્યો છે.

(1:13 pm IST)