Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

જુનાગઢ પાસેથી ૭૦૦ પેટી દારૂ સાથેનું ગેસનું ટેન્કર ઝડપાયુઃ પ૭ લાખનો મુદ્દામાલ કબ્જે

વ્હેલી સવારે એ,બી અને તાલુકા પોલીસનું ઓપરેશન : ઇન્ડેન ગેસના ટેન્કરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

જાુનાગઢ તા. ર૧ : જાુનાગઢ પાસેથી આજે વ્હેલી સવારે એ,બી અને તાલુકા પોલીસે સંયુકત ઓપરેશન પાર પાડી ઇન્ડેન ગેસના ટેન્કરમાંં દારૂની હેરીફેરીનો પર્દાફાશ કરી ૭૦૦ પેટી વિદેશી દારૂ સાથેનું ગેસનું ટેન્કર પકડી પાડી રૂ.પ૭ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરતા બુટલેગરોમાં હલચલ મચી ગઇ છ.ે

આ અંગેની વિગતો એવી છે કે, રાજકોટ તરફથી વિદેશી, દારૂના વિશાળ જથ્થા સાથેનું ગેસનુ ટેન્કર જાુનાગઢ તરફ આવી રહ્યું હોવાની બાતમી મળતા ડીઆઇજી મનીંદરસિંઘ પવાર અને એસ.પી. સૌરભસિંઘની સુચનાથી ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આજે વ્હેલી સવારે જાુનાગઢ એ ડીવીઝનના પી. આઇ. કે.કે.ઝાલા, બી ડીવીઝનના પી. આઇ.આર.બી.સોલંકી તેમજ જાુનાગઢ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. બી.એમ. વાઘમશી, કે.જે. પટેલ વગેરેએ પોલીસ કાફલા સાથે જાુનાગઢ તરફ પ્રવેશતા માર્ગો પર વોચ ગોઠવી હતી.

આ દરમ્યાન જાુનાગઢના વડાલ નજીક રાજકોટ રોડ પર તાલુકા પી.એસ.આઇ. બી.એમ. વાઘમશી વગેરે વોચમાં હતા ત્યારે આરજે-૧૯-જીબી-૯ર૧૯ નંબરનું ઇન્ડેન ગેસ કંપનીનું ટેન્કર શંકાસ્પદ હાલતમાં ઉભેલુ જોવા મળ્યું હતું.

આથી ગેસના ટેન્કરની તાલુકા પોલીસે તલાશી લેતા તેમાંથી જુદી-જુદી કંપનીના વિદેશી દારૂની ૭૦૦ પેટી (૮૪૦૦ બોટલ) મળી આવી હતી.આથી તાલુકા પોલીસે રૂ.૩૭.૮૦ લાખની કિંમતનો દારૂનો જથ્થો અને રૂ.ર૦ લાખની કિંમતનું ટેન્કર સહિત રૂ.પ૭.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી દરમ્યાન દારૂ સાથેનું ટેન્કર રેઢુ મળી આવ્યુ હોય તેથી ટેન્કરનો ડ્રાઇવર અને કલીનર પકડાયા નથી આથી પોલીસે આ શખ્સો ઉપરાંત દારૂનો જથ્થો કયાં પહોંચાડવાનો હતો અને  ડીલવરી કોને આપવાની હતી વગેરે અંગે આગળની તપાસ હાથ ધરી છે.(૬.૧૭)

(1:12 pm IST)