Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

મોરબી કોર્ટના કમ્પાઉન્ડમાં વકીલની ગાડીમાં સાપ જોવા મળતા અફરાતફરી સર્જાઇ

દોઢેક કલાક હંગામો થયો, વકીલોના શ્વાસ અધ્ધર જોવા મળ્યા

મોરબી,તા.૨૧: મોરબીની કોર્ટમાં આમ તો સામાન્ય લોકોથી લઈને વેપારીઓ અને સૌ કોઈ જતા હોય છે પરંતુ કયારેક કોર્ટમાં સાપ આવી પહોંચ્યો હોય તેવું લગભગ કોઈએ સાંભળ્યું નહિ હોય આવો જ કિસ્સો મોરબીમાં બન્યો હતો જયાં કોર્ટ કમ્પાઉન્ડમાં વકીલની કારમાંથી નાગ નીકળતા વકીલોના જીવ અધ્ધર થયા હતા

વિગતો મુજબ મોરબીના કોર્ટ કમ્પાઉન્ડમાં એક વકીલે પોતાની કાર પાર્ક કરી હોય જે કારમાં નાગ હોવાનું જાણવા મળ્યું હતું નાગ કારમાં કયાંથી આવ્યો અને કેવી રીતે અંદર દ્યુસ્યો તે અંગે અનેક પ્રકારની વાતો થવા લાગી તો એક ટોળું કારમાંથી નાગને બહાર કાઢવા માટે મથામણ કરવા લાગ્યું હતું અને કોર્ટના પરિસરમાં એકથી દોઢ કલાક સુધી માહોલ ચિંતામય જોવા મળ્યો હતો અને નાગ હોવાથી વકીલો ચિંતાતુર જોવા મળ્યા હતા જોકે બાદમાં નાગ પકડનારને બોલાવી કારમાંથી નાગ બહાર કાઢ્યો હતો જેથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

(1:09 pm IST)