Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

રાજુલામાં બાઇક આપવાની ના પાડતા કાકા-ભત્રીજા ઉપર હુમલો

અમરેલી તા.ર૧ : રાજુલામાં રજાકભાઇ કાસમભાઇ ઝાંખરા (ઉ.વ.૩ર) તેમના ભત્રીજા સાથે બાઇક લઇને લગ્ન પ્રસંગે જવાની નીકળેલ. ત્યારે રસ્તામાં મીરા દાતાર પાસે પહોંચતા હમીર ભગા કવાડ રહે. હિંડોરણાવાળાએ ઉભા રખાવી બાઇક માંગતા ના પાડતા ગાળો બોલી પાઇપ વડે માર માર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

રાજુલામાં કારમાં આગ લાગી

રાજુલાના નાગેશ્રી રોડ તરફ ચાર નાળા પાસે એક ફોર વ્હીલ વેગન આર જીજે૦પ સીએ પ૦૯ર વાયરીંગ સ્પાર્ક કે અન્ય કારણસર સળગી ગયેલ હોય અને કાર પાસે ચાલક કે માલીકી ધરાવતી કોઇ વ્યકિત મળી આવેલ નહી હોવાનું એએસઆઇ ભાવેશકુમાર અમરેલીયાએ રાજુલા પોલીસ મથકમાં જાહેરમાં કરેલ છે.

હીરોહોન્ડા ચોરાયુ

અમરેલીનાં સુખનીવાસ કોલોની રોડ પર અખાડાના ગેટ પાસે પાર્ક કરી હેન્ડલ લોક મારીને રાખેલ સ્પેન્લેન્ડર પ્લસ ડ્રમ મોટર સાઇકલ કિંમત રૂ.૪૦ હજારની કોઇ ચોરીને લઇ ગયાની ફરીયાદ પારસનાથ હિરાનાથ ધાધલે સીટી પોલીસ મથકમાં નોંધાવી છે.

પ૦ હજારના દર દાગીનાની ઠગાઇ

ગ્લર્સ હાઇસ્કુલ નજીક બે અજાણ્યા શખ્સોએ તમે કયાં ભગવાનને માનો છો તે કહી દવ અને શાક્ષાત દર્શન કરાવુ તેમ કહીને ત્રણ સોનાની મઢેલી વિંટીઓ ૧૦-૧૦ ગ્રામની તથા સોનાની લકકી રૂદ્રાક્ષ પારામાં મઢેલી માળા અને ટાઇટન ઘડીયાળ તથા સોનાનો ચેન તથા સેમસંગ કંપનીનો મોબાઇલ મળી કુલ રૂ.૪૯,પ૦૦ નો મુદામાલ લઇ ગયાની ફરિયાદ નવનીતરાય બાલાશંકર રાવળે સીટી પોલીસ મથકમાં નોંધાવી છે.

ધારેશ્વરમાં છરી  પાઇપ વડે હુમલો

રાજુલાનાં ધારેશ્વર ગામે રહેતા વાલજીભાઇ માધાભાઇ વિંઝુડાના ઘર આગળ દારૂ પી ગાળો બોલવાની ના પાડતા એજ વિસ્તારમાં રહેતા સુરેશ નાજા બાબરીયા અને કિરીટ બાબરીયાને સારૂ નહી લાગતા ફોનમાં ગાળો આપી ધારેશ્વર આવી લોખંડના પાઇપ છરી વતી માર મારી ડાબા ભાગનું ઘુંટણનાં ભાગે ઇજા કરી અને શાયદ જીવણભાઇને માથાનાં ભાગે ઇજા કરી તેમજ હિતેષને ઇજા કરી ગુનો કર્યા અંગે બંને સામે વાલજી માધાભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ ભાવેશભાઇ અમરેલીયાએ તપાસ હાથ ધરી છે.

(1:08 pm IST)