Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

નલીયા ૧૪.૪, જુનાગઢ ૧પ.૧ ડીગ્રી તાપમાન

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે જામતો શિયાળાનો માહોલ

રાજકોટ તા.ર૧ : રાજકોટ સહિત - સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે શિયાળાનો માહોલ જામતો જાય છે અને લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતો જાય છે.

 

આજે રાજયમાં સૌથી નીચુ તાપમાન કચ્છના નલીયામાં ૧૪.૪ ડીગ્રી જુનાગઢ ૧પ.૧ રાજકોટ ૧૭.૩ ડીગ્રી નોંધાયુ છે.

ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહયા છે અને ઠંડીથી બચવા માટે પ્રયાસ કરે છે.

સોરઠમાં આજે ઠંડીનું મોજુ ફરી વળતા જનજીવનને અસર થઇ હતી. એક જ દિવસમાં ર.૭ ડીગ્રી ઠંડી વધતા લોકો ઠરી ગયા હતા.

સોમવારથી જુનાગઢ સહિતના વિસ્તારોમાં સવારના તાપમાનમાં સતત ઘટાડો થઇ રહયો છે. આજે સવારે જુનાગઢનુ લઘુતમ તાપમાન  વધુ ઘટીને ૧પ.૧ ડીગ્રી નોંધાયુ હતુ. જેના કારણે ઠંડીનો ચમકારો રહયો હતો.

આજની ઠંડીની સાથે વહેલી સવારે ધુમ્મસનું પણ આક્રમણ રહેતા વાતાવરણ વધુ ઠંડુગાર થઇ ગયુ હતુ.

એક જ દિવસમાં ર.૭ ડીગ્રી ઠંડી વધતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ટકા રહયુ હતુ અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૧.૮ કિ.મી.ની રહી હતી.

શિયાળાની વર્તમાન ઋતુની પ્રથમ આકરી ઠંડીને લઇને લોકોને આજે ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડયો હતો. હજુ આગામી દિવસોમાં ઠંડી વધવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.

કયા કેટલું ભેજ-લઘુતમ તાપમાન

શહેર

ભેજનું  પ્રમાણ

લઘુતમ તાપમાન

અમદાવાદ

૬૭ ટકા

૧૮.૦ ડીગ્રી

ડીસા

૭૯

૧૭.૦

વડોદરા

૭પ

૧૯.૦

સુરત

૬૭

ર૧.૪

રાજકોટ

૬પ

૧૭.૩

ભાવનગર

૮ર

૧૮.૯

પોરબંદર

૭૭

૧૭.૦

વેરાવળ

૬૪

૧૯.૮

દ્વારકા

૭પ

ર૧.૬

ઓખા

૬૯

ર૩.૩

ભુજ

૮૧

૧૭.૦

નલીયા

૮૪

૧૪.૪

સુરેન્દ્રનગર

૭૭

૧૮.પ

ન્યુ કંડલા

૮ર

૧૭.પ

કંડલા એ.

૮૩

૧૬.ર

જુનાગઢ

૮૩

૧પ.૧

ગાંધીનગર

૭૦

૧૭.ર

મહુવા

૮પ

૧૭.પ

વલસાડ

૭૯

૧૯.૬

વલ્લભવિદ્યાનગર

૭૮

૧૮.૩

(1:08 pm IST)