Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

જેતલસરના પીપળવાના ૬પ વર્ષના વૃદ્ધનું કોંગો ફીવરથી મોત થતા અરેરાટી

આરોગ્ય વિભાગ દ્વારા રહેણાંક વિસ્તારોમાં ફોગીંગ-૧૦૦૦ જેટલા પશુઓને રસીકરણ

 જેતલસર, તા. ર૧:  જેતલસર પંથકના પીપળવા ગામે ત્રણેક દિવસ પહેલા કોંગો ફીવરમાં પટકાયેલા વૃદ્ધનું પ્રથમ જેતપુર અને ત્યાર બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતા ગામમાં શોક ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ જેતલસર પંથકના પીપળવા ગામે રહેતા ધીરૂભાઇ નરશીભાઇ સાવલીયા (ઉ.વ.૬પ) ને તાવ આવતા વિવિધ રિપોર્ટસ બાદ તેમને કોંગો ફીવર પોઝીટીવ આવતા પ્રાથમિક સારવાર માટે અપાવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતા ગામમાં શોકનું મોજું ફેલાયું છે.

મૃતકના પરિવારજનો પાસેથી મળેલી વિગતો મુજબ ધીરૂભાઇને ત્રણ પુત્રો છે. તેઓ ખેતીકામ સાથે જોડાયેલા હતા. તેમના આકસ્મિક અવસાનથી પીપળવાના પટેલ સમાજમાં શોક ફેલાયો છે. અત્રે એ નોંધનીય છે કે ધીરૂભાઇને કોંગો ફીવર પોઝીટીવ આવતા સંબંધિત આરોગ્ય તંત્રએ તાત્કાલીક પીપળવા દોડી જઇને ફોગીંગ કર્યું હતું તેમજ પશુ ચિકિત્સક સ્ટાફ દ્વારા આશરે ૧૦૦૦ જેટલા પશુઓને જરૂરી દાવો સાથેનું રસીકરણ કરીને આ ભયંકર રોગને આગળ વધતા અટકાવવાના સરાહનીય પગલા ભર્યા હતાં.

(1:06 pm IST)