Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

તળાજાના વેળાવદર નજીક ૧૩ મૃતક બળદો ભરેલો ટ્રક છોડી ચાલક ફરાર

બે દિવસથી તાલપત્રી બાંધેલ ટ્રક પડયો હોય અતિતીવ્ર દુગંધ આવવા લાગતા થઈ જાણ

ભાવનગર તા.૨૧: તળાજા ના વેળાવદર ગામનજીક ભાવનગર તરફ જતા બનતા નવા એકસપ્રેસ વે પર પડેલ ટ્રક. જીજે ૩૧ ટી ૨૯૮૯ નંબરની પ્લેટ લગાવેલ એક ટ્રક પડેલ હતો.આ ટ્રક માંથી તીવ્ર દુર્ગધ મારતી હોય આસપાસ ના લોકોએ ટ્રક પર બાંધેલ તાલપત્રી ખેંચી જોતા તેમાં ખીચોખીચ તેર બળદો ભરેલ હતા.ટ્રક માંથી લોહી નીચે ધરતી પર પડી રહયુ હતું.

જેની જાણ તળાજા ના રણભૂમિ ગ્રુપના જીવદયા પ્રેમીઓને થતા યુવા ભાજપ પ્રમુખ આઈ.કે વાળા,હરદીપસિંહ વાળા ગ્રૂપના મિત્રો સાથે સ્થળપર દોડી ગયા હતા. તળાજા માર્કેટીંગ યાર્ડના પૂર્વ પ્રમુખ હરિભાઈ ઇટાલિયા (મણાર)ને જાણ થતાં તેઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. આ આગેવાનોએ પોલીસ, પ્રશાસનને જાણ કરી હતી.

જેને લઈ સાગર સુરક્ષા કવચના બંદોબસ્તમા રહેલ મહિલા પો.સ.ઇ સોલંકી સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતુંકે વેટરનરી ડોકટરને જાણ કરવામાં આવતા તેઓએ ગુન્હો દાખલ કરવામાં આવે ત્યારબાદ પી.એમ કરવામાં આવશે. આથી સ્થળપર આવેલ એક લદ્યુમતી સમાજ ની યુવતી ફરિયાદ કરવા તૈયાર થતા તેમની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરીછે.

ઉપસ્થિત લોકોએ ટ્રક ની નંબર પ્લેટ ના નંબરઙ્ગ મોબાઈલ એપ્લિકેશન માં નાખતાં મોડાસા નો અને સોહિલ ખેરડા નું નામ આવતું હતું. જીવદયા ગ્રૂપ ના યુવાનો એ જણાવ્યું હતુંકે ટ્રક ની ચેચીસ નંબરપર કલર કરી નાખવામાં આવ્યો છે.ટ્રક માંથી ટ્રાન્સફર થયેલ જુના કાગળોમળી.આવ્યા હતા. ગૌવંશ ની હત્યા ના આરોપી નું પગેરું શોધવામાટે ટ્રક ના ટાયર પર નંબર લખેલો હોયછે. તે મહત્વ ની કડી બની શકે તેમછે.

મૃતક તેર બળદો ભેરલો ટ્રક પ્રથમ પોલીસ મથકે લઈ જવાનું પોલીસે મુનાસીબ માન્યૂ હતું.જોકે સ્થળ પરજ પી.એમ કરી અવાવરું જગ્યા માં બળદો ને મોટા ખાડાઓ ખોદી મીઠું લાવી દાટી દેવાનું સૂચન મલ્યુ હતું.જેમાં આરીતે ટ્રક લઈ.જવામાં આવે તો તીવ્ર દુર્ગંધથી સ્થાનિક રહીશો પરેશાન થઈ જાય. આ સૂચનબાદ પો.સ.ઇ સોલંકી એ વિભાગીય પોલીસ વડા જાડેજા સહિત સાથે ચર્ચા કરી બળદોનું પી.એમ અને તેના નિકાલ માટે કાર્યવાહી કરી હતી.

તળાજા બૃહદ ગીરમાં સમાવિષ્ટ છે.અહીં દીપડાઓનું વિચરણ છે.બળદોને દાટયા હોવાની દુર્ગધ આવે તો તે ખોરાક બનાવવા આવી શકે.તો તેમની માટે મૃત બળદ નું માસ ખાવું તે જોખમકારક માનવામાં આવે છે.

(12:03 pm IST)