Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

મોરબીના આમરણમાં સ્ટુડીયો સંચાલક જયસુખ ચોટલીયા ઉપર ૧૯ શખ્સોના ટોળાનો હુમલો

અમારા ધર્મનું અપમાન થાય તેવો પૃથ્વીરાજ ચૌહાણનો વિડીયો કેમ વાયરલ કર્યો ? તેમ કહી તૂટી પડયાઃ જયસુખ ચોટલીયાને ગ્રામ્યજનોએ છોડાવ્યોઃ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો

મોરબીઃ આમરણ ,તા.૨૧: મોરબીના આમરણ ગામે સ્ટુડિયો ચલાવતા યુવાનને ૧૯ જેટલા શખ્સોએ તે સોસીયલ મીડિયામાં  આમારા ધર્મનું અપમાન થાય તેવો વિડીયો કેમ શેર કર્યો ? તેમ કહી ધમકી આપી અને તેનની દુકાનમાં દ્યૂસીને મારમાયો ર્તો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ તાલુકા મથકે નોધાયા છે આ ઘટનાને પગલે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.

મળતી વિગત મુજબ મોરબીના ધૂળકોટ ગામે રેહતો અને આમરણ ગામે વંદે માતરમ નામનો સ્ટુડિયો ચલાવતો જયસુખ ઉર્ફે જયેશભાઈ તરસીભાઈ ચોટલીયા ઉ.વ.૩૮ વાળાએ થોડા દિવસ પેહલા ફેસબુકમાં પૃથ્વીરાજ ચૌહાણ થયેલ અન્યાય બાબતનો વિડીયો શેર કર્યો હતો જે બાબતે ગત તારીખ ૧૮ ના રોજ પેહલા મોબાઈલમાં મમલા નામના વ્યકિતનો ફોન આવેલ અને આ વિડીયો કેમ શેર કર્યો અમારા ધર્મનું અપમાન થાય છે તેમ કહી ધમકી આપી હતી અને મને વિડીયો કાઢી નાખ્વનું કેહતા મેં હા પડી પણ તોય જેમફાવે તેમ ગાળો આપી હતી જેથી ધમકી મળનાર યુવાને બીજા મિત્ર યોગેશ વાત કરતા તેને કહ્યું હું એની સાથે વાત કરી લવું છુ તેવું કહ્યું હતું

ત્યારબાદ૧૯ તારીખે હું  મારી દુકાન પાસે બેઠો હતો ત્યારે સર્વિસ સેન્ટર વાળો,અસલમ, બુખારી ગુલામ અસરફ અને બુખારી તૌફીક અસરફ આવેલ અને કહ્યું કે હાલ અમરા મૌલાના પાસે પણ હું ગયો નહી મેં એના મોબાઈલમાં વિડીયો કોપી મારી આપ્યો અને કહ્યું આમાં કોઈના ધર્મ વિષે કઈ ખરાબ નથી પછી તે બધા જતા રહ્યા પણ ફ્રરી સાજન ચાર વાગ્યે હું મારું કામ કરતો હતો ત્યારે સૈયદ ગુલામ હુસેન , બુખારી ઇકબાલ ટીપું, સૈયદ લકી, ઇકબાલ રગડો, ઇકબાલ સ્મુસ, બુખારી ગુલામ અસરફ, બુખારી તૌફીક અસરફ,મહમદ દ્યાંચી , બુખારી સલીમ કાલુમિયા , ભ્નનો સર્વિસ સ્ટેસન વાળો ,હુસેન ખોખર, બુખારી રજાક બાવામિયા, અફઝલ કિસ્મત ગેસ વેલ્દીગ વાળાઓ , તેફુલ ખોખર ખાટકી, ફટક તુફાનવાળો , સલીમ અસમુદીન બુખારી , શબ્બીર મોલાના ,યાકુબ બાવામિયા અને મૌલાના અલ્તાફ મદ્રેસેના મોલવી સહિતના ૧૯ જેટલા શખ્સોએ તું અમારા ધર્મનો વિડીયો કેમ શેર કરશ તેમ કહી ઢીકા પાટુનો મારમારી અને કાતર વડે ઈજા કરી હતી જેથી હું ચીસો પાડતા આજુબાજુના લોકો આવી ગયા હતા અને મને છોડાવ્યો.

તાલુકા પોલીસે જયસુખ ચોટલીયાની ફરિયાદ પરથી ૧૯ શખ્સો સામે ગુન્હા દાખલ કરી તમામની શોધખોળ હાથ ધરી છે. બીજીબાજુ આ ઘટના પગલે કોઇ અનિચ્છીનીય બનાવ ન બને તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.

(12:01 pm IST)