Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

પૂ.પારસમુનિ મ.સા.નો કાલે નિકાવા તરફ વિહારઃ રાજકોટના પાંચ સંઘોની ચાતુર્માસની વિનંતી

રાજકોટ,તા.૨૧: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા.ના શિષ્યરત્ન સદ્દગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સા.નેમીનાથ વિતરાગ સંઘની વિનંતી તથા ગીત ગુર્જરી જૈન સંઘની ભાવભરી વિનંતી અને શેઠ ઉપાશ્રયની ભાવભરી આગ્રહભરી વિનંતીને માન આપી પૂ.ગુરૂદેવ તથા ગુજરાતરત્ન પૂ.સુશાંતમુનિ મ.સા. તે તે સંઘોમાં પષરાતા નેમીનાથ વીતરાગ સંઘ, ગીતગુર્જરી સંઘ, શેઠ ઉપાશ્રય સંઘમાં શ્રી સંઘ અને દાતાઓ દ્વારા નવકારશી અને પૂ.ગુરૂદેવના પ્રવચનો યોજાયા. પ્રવચન બાદ નેમીનાથ- વિતરાગ સંઘ દ્વારા ચાતુર્માસ આપવા ખૂબ ભાવભરી આગ્રહભરી વિનંતી સંઘ પ્રમુખ ભરતભાઈ દોશી અને સમસ્ત કારોબારીએ કરી કે આ સંસાર અવસ્થાની આપની કર્મભૂમિ છે. હવે ધર્મભૂમિ બનાવો. એક ચાતુર્માસ અવશ્ય આપો.

ગીતગુર્જરી સંઘપ્રમુખ શિરિષભાઈ બાટવીયા અને સમસ્ત શ્રીસંઘના ટ્રસ્ટીગણ અને કારોબારી સભ્યોએ પ્રવચન બાદ ફરી એક ચાતુર્માસ આપવા વિનંતી કરી દીક્ષાબાદ પ્રથમ ચાતુર્માસ ૧૯૯૮માં અમોને મળ્યુ. આપ હવે ફરી ચાતુર્માસ આપી અમોને પાવન કરો અને અમારી જ્ઞાનપિપાસાને તૃપ્ત કરો. આ અવસરે ઉત્તમ પરિવારના પૂ.હંસાબાઈ મ.સ., પૂ.જયોત્સનાબાઈ મ.સ.આદિ ઠાણા-૪ પણ ઉપસ્થિત રહેલ. પૂ.સુશાંતમુનિ મ.સાહેબે આશિષ પાઠવેલ મંગલપાઠ ફરમાવેલ.

શેઠ ઉપાશ્રયમાં બંને ગુરૂદેવો પધારતા ચંદ્રકાંતભાઈ શેઠે સર્વને આવકારેલ. ત્યાં બિરાજીત પૂ.સદાનંદી સુમતિબાઈ મ.સ. આદિ ઠાણાએ સ્વાગત કરેલ. પૂ.ગુરૂદેવે યુવા શિબિરમાં દિવ્ય ધ્યાન સાધના કરાવતા સર્વના મન, મગજ, હૃદય પવિત્ર બનેલ અને એક અલૌકિક અનુભવ સર્વએ કરેલ ઉપરોકત ત્રણેય સંઘ અને રોયલપાર્ક મોટા સંઘ એમ કુલચાર સંઘની  અને ગોંડલ રોડ વેસ્ટ એમ પાંચ સંઘની ૭ દિવસમાં ચાતુર્માસ વિનંતી આપી.

ગોંડલ સંપ્રદાયના ઈતિહાસમાં સુવર્ણ પૃષ્ઠ પર અંકિત થાય તેવી ઘટના કે પૂ.ગુરૂદેવ જયાં જયાં પધાર્યા ત્યાં ત્યાં રાજકોટમાં નવકારશી પ્રવચનનું આયોજન અને તા.૨૦ સુધી ૭ દિવસમાં પાંચ સંઘોએ ચાતુર્માસ વિનંતી કરી. પૂ.ગુરૂદેવ પ્રત્યે અત્યંત અહોભાવ દર્શાવેલ. તેમજ સરદારનગર સંઘમાં પધારવા હરેશભાઈ વોરાની વિનંતી, મહાવીરનગર સંઘમાં પધારવા પ્રતાપભાઈ વોરાની વિનંતી, મનહર પ્લોટ સંઘમાં પધારવા ડોલરભાઈ કોઠારીની વિનંતી, અજરામર સંઘમાં પધારવા મધુભાઈ ખંધાર, કમલેશભાઈ શાહ (એડવોકેટ)આદિની વિનંતી તેમજ રોયલપાર્ક સંઘમાં ત્રિદિવસીય મહિલા શિબિર યોજવા ડુંગર- હિર મહિલા મંડળના બહેનો, વીણાબેન શેઠ આદિની વિનંતીને ગુરૂદેવે નજરમાં રાખીને નજીકના ભવિષ્યમાં પધારવા આશ્ચસ્ત કર્યા.

પૂ.ગુરૂદેવે જણાવેલ કે કોઈની નિંદા કરવી નહીં, કોઈની નિંદા સાંભળવી નહીં, કોણ શું બોલે છે તે ન જોવું, કારણકે જેની પાસે જે માલ હોય તે માલ તે આપે, સારા ભાવમાં રમતો આત્મા સારૂ બોલે, દુર્ભાવમાં રમતો આત્મા નિંદા કરે છે. માટે સદૈવ સંતોની સેવા બિનસાંપ્રદાયિક ભાવથી કોર. સંતો પ્રત્યે આદર ભાવ અહોભાવ, સદ્ભાવ રાખો તે જ તમારા કલ્યાણનું નિમિત બનશે. રાજકોટના શ્રાવકોએ ખૂબ પ્રેમ, લાગણી અમારા પ્રત્યે રાખી, સંસ્મરણો સદૈવ સ્મરણમાં રહેશે.

પૂ.ગુરૂદેવ સદરમાં પૂ.વિજયાબાઈ મ.સ., જાગનાથમાં પૂ.વિનોદીનીબાઈ મ.સ., પ્રહલાદ પ્લોટ પૂ.પ્રફુલ્લાબાઈ મ.સ., પૂ.જયોત્સનાબાઈ મ.સ., દિવાનપરામાં સંઘાણી સંપ્રદાયના પૂ.કિરણબાઈ મ.સ.આદિ, ઉવસગ્ગહરં સાધના ભવનમાં પૂ.મિનળભાઈ મ.સ.આદિ સતી રત્નોને દર્શન આપવા પધારેલ.

વિહાર કાર્યક્રમ

તા.૨૧ ગુરૂવારઃ- અશોકભાઈ કોઠારીના નિવાસસ્થાને, ક્રિસ્ટલ મોલ પાછળ, કાલાવડ રોડ

તા.૨૨ શુક્રવારઃ- રૂષભ વાટીકા, કાલાવડ રોડ ખાતે પગલા કરી ૯:૩૦ વાગ્યે અદાણી ફેકટરી થઈ બપોરે જીતુભાઈ બેનાણીના ફાર્મ હાઉસ ખાતે રોકાણ ત્યાંથી નિકાવા તરફ જતા સાંજે પિયુષભાઈ મહેતાના ખીરસરા ખાતેના ફાર્મ હાઉસ પ્રકૃતિ ઉપવન ખાતે રાત્રી રોકાણ

તા.૨૩ શનિવારઃ- માદરે વતન નિકાવા ખાતે પધરામણી

(12:01 pm IST)