Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

જેમના નામની જમીન હોઇ એમણે જ હાજર રહેવું !

તળાજા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી કરતા કર્મચારી અને ખેડૂત વચ્ચે વિવાદ

તળાજા,તા.૨૧:તળાજા માર્કેટિંગ યાર્ડખાતે આજે ટેકાના ભાવે મગફળી વેચવા આવેલ ખેડૂત અને ખરીદી કરનાર સરકારી કર્મચારી વચ્ચે વિવાદ સર્જાયો હતો. વિવાદ એવો હતોકે અધિકારી એવો આગ્રહ રાખતા હતા કે જેના નામની જમીન હોય એજ ખેડૂત હાજર જોઈએ.જેથી ખેડૂતોએ જણાવ્યું હતુંકે અન્ય શહેરો માં રહેણાંક કરવા ગયા હોયઆથી બધાજ ખેડૂત હાજર રહી શકે નહીં.તળાજાના પાવઠી ગામના સરપંચ યોગેશભાઈ પંચોલી એ જણાવ્યું હતુંકે ટેકાના ભાવે ખરીદી કરનાર અધિકારી એ જણાવ્યું હતુંકે જેમના નામે જમીન હોય એજ ખેડૂત મગફળી વેચવા આવે.આથી ખેડૂતો એ રજુઆત કરી હતીકે આ વિસ્તારના અનેક ખેડૂતો એવા છેકે સુરત,ભાવનગર સ્થાઈ થયા છે. અહીં તેમના પરિવાર જનોકે ખેત મજૂરો ખેતી કરી રહ્યા છે.આથી આ નિયમ દૂર કરી હળવો કરવામાં આવે.સંબધિત અધિકારી એ સરકાર ના નિયમોનું પાલન કરવા હોવાનુ ખેડૂતો ને જણાવ્યું હતું.

સરપંચ યોગેશભાઈ એ વધુમાં જણાવ્યું હતુંકે અહીં ૬૨૧૮ ખેડૂતો એ રજિસ્ટ્રેશન કરાવેલ છે. તેની સાંમેં અહીંયા દરોજ અંદાજિત વિસ ખેડૂતો ની ખરીદવામાં આવે છે. સરકારે ડિસેમ્બર સુધી અને સમય વધે તો જાન્યુઆરી સુધી ખરીદવી.જો તેમથાય તો પણ હજારો ખેડૂતો રહી જાય તેમ છે. આથી ખરીદી માં ઝડપ લાવવી જોઈએ.

એ ઉપરાંત ખેડુત ને આગલા દિવસે સાંજ માં સાત વાગ્યે માત્ર મેસેજ આવેછે.ગત વખતે મેસેજ અને ફોન આવતો હતો.જે આ વખતે નથી આવતો. માત્ર મેસેજ થીજ બધાજ ખેડૂતોને ખબર પડતી નથી.એની સાથે આગલા દિવસે સાંજે મેસેજ આવતા ખેડૂતો નવા વાહન સહિત,ગુણીઓ ને લઈ જવા માટે ની વ્યવસ્થા કરવા દોડધામ થઈ પડે છે.આથી ખેડૂતો નેં  બે દિવસ પહેલા ફોન કરવામાં આવે અને બે દિવસ નો સમય આપવામાં આવે તો ખેડૂતો ને સરળતા રહે.

વાદળોને કારણે હવા આવે છે

તળાજા યાર્ડ નાપૂર્વ સેક્રેટરી અને અભ્યાસુ ખેડૂત આગેવાન હરજીભાઈ ધાંધલીયા એ જણાવ્યું હતુંકે ટેકા ના ભાવે ખરીદી કરવામાં આવે છે તેમાં ૮થી વધું હવા હોઈ તો ખરીદવામાં નથી આવતી. ખરેખર તો વાદળો ને કારણે હવા જોવા મળે છે. સાડા આઠ કેઙ્ગ નવ હવા હોઈ તે બપોર સુધી તડકા માં પડી રહે તો ઉડી જાય છે.ફોફા માજ હવા રહે છે.આથી આ બાબતે ખરીદી કરનારે દ્યટતું કરવુ જોઈએ.

(11:42 am IST)