Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

પાક વિમામાં અન્યાય સામે ખેડૂતોને સંગઠીત થવા બળવંતભાઇ મણવરની હાંકલ

 ઉપલેટા તા.૨૧ : સૌરાષ્ટ્રમાં ચાલુ સાલે અતિભારે કમોસમી ઉપરાઉપરી માવઠાના વરસાદથી ખેતીને મોટાપાયે નુકશાન થયુ છે. સરકારે સહાય અને પાકવિમો તાત્કાલીક ચુકવણીની ભ્રામક વાતો કરી ખોટા નિયમો અને વીમા કંપનીની ડાંડાઇથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ઠેર ઠેર દેખાવો સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આવી વિકટ સ્થિતિ વચ્ચે થોડી ઘણી મગફળી કે કપાસ સહિતની જણસીઓ થઇ છે તેમા ટેકાના ભાવો મગફળી ખરીદી કેન્દ્રોમાં ભેજ માપક યંત્રોની ખામીથી ખેડૂતોની મગફળી રીજેકટ કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ઉભો થવા પામ્યો છે.

મોરબી ટંકારામાં માત્ર બે જે ખેડૂતોની મગફળી ખરીદાય અણધડ નિયમોને કારણે મોટા ભાગના ખેડૂતો ટેકાના ભાગે મગફળી આપવા રાજી નથી જયા જયા રીજેક થાય છે ત્યા ખેડૂતોને ટ્રાન્સપોર્ટીંગ ખર્ચ માથે પડે છે આવી સ્થિતિમાં ખેડૂતો નીચા ભાવે ખાનગી વેપારીઓને મગફળી વેચી નુકશાની વેઠી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં પાક નિષ્ફળ થતા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે મોટા પ્રિમીયમો લઇ પાકવિમો ચુકવવામાં ઠાગાઠૈયા કરે છે સહાય મળતી નથી ખેડૂતો વધુ કર્જવાન થયા છે. આવી તમામ મુશ્કેલીઓ સામે મંત્રી માજી સાંસદ બળવંતભાઇ મણવરે ખેડૂતોને સંગઠીત થઇ અવાજ ઉઠાવવા આંદોલન કરવાની હાકલ કરી છે. તેના માટે ટુંક સમયમાં સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનોની એક મિટીંગ ડુમીયાણી ખાતે બોલાવાશે અને તેમા આંદોલનનો તબકકાવાર કાર્યક્રમ નકકી કરાશે તેવુ જાણવા મળેલ છે.

(11:42 am IST)