Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

જસદણ-વિંછીયા તાલુકાના રસ્તાના કામ માટે રૂ.૧૧૯૩ લાખ મંજૂર : કુંવરજીભાઇ બાવળીયા

આટકોટ તા.૨૧ : જસદણ અને વિંછીયા તાલુકાના જંકશન ડેવલોપમેન્ટ પુલ બાંધકામ સીસી ડીપની જગ્યાએ બોકસ કલવર્ટની કામગીરી તથા પ્રોટેકશન વોલની કામગીરીના કામને માર્ગ અને મકાન વિભાગના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ દ્વારા જોબ નંબરો ફાળવી આગળની વહીવટી પ્રક્રિયા માટે જવાબદાર અધિકારીને સુચના અપાઇ છે.

વિંછીયાના જસદણ વિંછીયા રસ્તા પર આંબલી ચોક ખાતે પુલનુ બાંધકામ જંકશન ડેવલોપમેન્ટ અને સંલગ્ન કામગીરી માટે રૂ.૯૯૩ લાખ રૂપિયાની રકમ મંજુર કરાઇ છે.

આ ઉપરાંત જસદણ તાલુકાના એસ.એચ.ટુ ગઢડીયા જામ ટુ રામોલીયા ખડવાવડી રસ્તા પર આવતા સીસીડીપની જગ્યાએ બોકસ કલવર્ટની કામગીરી તથા પ્રોટેકશન વોલ માટે રૂ. ૨૦૦ લાખ મંજુર કરાયા છે.

જસદણ અને વિંછીયા તાલુકાના રસ્તાઓના વિકાસ માટે કુલ રૂ.૧૧૯૩ લાખ મંજુર થતા રસ્તાઓની કાયાપલટ કરવા બિસ્માર રસ્તાઓને નવા રૂપ આપવા સતત રજૂઆતો થતી જે ધ્યાને લઇ આ કામો કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ માર્ગ અને મકાન વિભાગ પાસેથી મંજુર કરાવ્યા છે.

(11:41 am IST)