Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ઉના પાસે ખાડીમાં પ શખ્સો પાસેથી ૧ર૦ બોટલ દારૂ ઝડપાયોઃ ચેકિંગ દરમિયાન ૪ નાસી ગયા

ઉના તા. ર૧: તાલુકાનાં ઓલવા ગામની સીમની દરીયાની ખાડીમાં પગપાળા આવતા પાંચ શખ્સો પૈકી એકને રૂ. ૬ર૪૦૦ ની ૧ર૦ બોટલ ઇંગ્લીશ દારૂ પકડી પાડયો હતો. ૪ શખ્સો ચેકીંગ સમયે નાસી ગયા હતાં.

ઉના તાલુકાનાં ઓલવાડા ગામની સીમમાં દરિયાની ખાડી પાસે આવેલ જુગ્લેશ્વર મંદિર પાછળ ચાલીને આવતાં પાંચ શખ્શો થેલીમાં છુપાવી આવતા હતા ત્યારે જીલ્લા ગીરસોમનાથની ક્રાઇમ બ્રાંચની પોલીસ સ્ટાફ ત્રાટકતાં ૪ શખ્સો થેલા મુકી નાસી ગયા હતા.

જગા દલા રાઠોડ રે. નાથળવાળાને પકડેલ અને નાસી જનારમાં પ્રવીણ સરમણ, રમેશ બચુ સોલંકી, લાલજી ધીરૂ બાંભણીયા, અશ્વીન ગીગા બાંભણીયા નાસી ગયેલ. થેલામાં રહેલ જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧ર૦ નંગ રૂ. ૬ર હજાર ૪૦૦ મુદામાલ પકડી ગુનો દાખલ કરી નવા બંદર મરીન પોલીસને સોંપ્યા હતાં.

(11:38 am IST)