Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ભાવેણાના કલાકારનું સાઉથ એશિયન કોન્ફરન્સમાં નૃત્ય પ્રસ્તુતી

ભાવનગર તા.૨૧ : સાઉથ એશિયન કોન્ફરન્સમાં ભાવેણાના કલાકાર ડો.કાજલ મૂળેની પ્રશસ્ય પ્રસ્તુતી કરી હતી.

કેરાળાનો કોજીકોટ જિલ્લો કે જેવા વાસ્કોડી ગામાએ પગ મૂકયો હતો તેના કાપડ નામક શહેરમાં થયેલ સાઉથ એશિયન કોન્ફરન્સમાં બંગલાદેશ, નેપાળ, શ્રીલંકા અને ભારત એ ચાર દેશ અને જમ્મુ કશ્મીર સહિત ઇન્ડિયાના ૨૬ રાજયોના વિદ્વાનોએ ભાગ લીધો હતો તેમાં વૈશ્વિક સમસ્યાઓ જેવી કે જ્ઞાતિવાદ, ભાષાવાદ, આતંકવાદ ધર્મોને લગતી સમસ્યાઓ ઉપર ચર્ચાપત્ર રજૂ કરેલ તેમાં ટોલરન્સ યુનિ. સિલિજિયમ વિષય પર છે. કાજલબહેન મુળેએ પેપર પ્રેઝન્ટેશન કરેલ તદઉપરાંત હિન્દુ ટ્રેડીશનમાં રાજપુતાના અને મુસ્લિમ ટ્રેડીશનમાં સુફીયાના પ્રકાશના કથ્થક શૈલીના બે નૃત્યો પ્રસ્તુત કરેલ અને બટકડા નામક શહેરના જાહેર કાર્યક્રમમાં પારંપરીક કથક રજૂ કરી પ્રશંસા પ્રાપ્ત કરેલ. વિવિધ પ્રાંતમાંથી આવેલ કલાકારોએ રાજયની સાંસ્કૃતિનું નૃત્ય દ્વારા પ્રદર્શન કરેલ હતુ.

(11:38 am IST)