Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

હાય રે મંદી!! ભુજના સોની વ્યાપારીએ હમીરસર તળાવમા પડી જીવ દીધો

કચ્છમાં એક દિ'માં બે યુવાન, એક વૃદ્ઘ, એક મહિલા અને એક વૃદ્ઘા સહિત ૫નો આપઘાત

ભુજ, તા.૨૧: આજે સમાજમાં જીવનથી કંટાળીને આપદ્યાત કરવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કચ્છમાં એક જ દિ'માં ૫ જણાએ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

ભુજના સોના ચાંદીના ૨૭ વર્ષીય યુવાન વ્યાપારી અમિત વિનોદ સોનીએ ભુજના હમીરસર તળાવમાં પડીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પહેલા પોતાની દુકાન શરૂ કરનાર અમિત હાલે પોતાના દ્યેર ધંધો કરતો હતો, પણ આર્થિક મંદીને કારણે તે કંટાળી ગયો હોઇ બે દિવસ પહેલાં ગુમ થઈ ગયો હતો, જેની નોંધ તેના પરિવારજનોએ પોલીસમાં કરાવી હતી. અંતે તેની લાશ હમીરસર તળાવમાં મળી આવી હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યાના અન્ય ૪ બનાવોમાં મૂળ આદિપુર અને હાલે ભુજના કુકમા ગામે રહેતા ૩૫ વર્ષીય યુવાન વિજય વેલજી ચારણે ગળે ફાંસો ખાઈ આપદ્યાત કર્યો હતો. અગાઉ રેલવે ટ્રેનની નીચે આપદ્યાત કરવાનો પ્રયાસ કરનાર વિજયના બન્ને પગ કપાઈ ગયા હોઈ વિકલાંગતાથી કંટાળીને તેણે જીવન ટૂંકાવ્યું હતું.

ગાંધીધામમાં જૂની સુંદરપુરીમાં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ઘ શામજી નાગશી કટુવાએ અગમ્ય કારણોસર પોતાને દ્યેર ગળે ફાંસો ખાઈને આપદ્યાત કર્યો હતો. તો, રાપરના પરતાપગઢ ગામે પણ અગમ્ય કારણોસર ૬૧ વર્ષીય વૃદ્ઘા ખીમીબેન નથુ કોલીએ ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું. આપદ્યાતના ૫ માં બનાવમાં  ભુજના માધાપર ગામે ૨૫ વર્ષીય નિઃસંતાન પરિણીતા કિરણબ વિક્રમસિંહ રાઠોડે પોતાને ઘેર એસિડ પી જીવન ટૂંકાવ્યું હતું.

(11:31 am IST)