Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

કાલાવડ મામલતદાર આવેદનપત્ર ન સ્વીકારે ત્યાં સુધી ઉપવાસ

બધા ખેડૂતોનાં બદલે ત્રણ થી ચાર આગેવાનોને જ આવેદન પત્ર આપવા આવવાનું કહેતા મામલો બીચકયોઃ આજે બીજા દિવસે ૩ થી ૪ કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોની તબિયત લથડીઃ ખેડૂતોના પ્રશ્ને ન્યાય આપવા માંગણી

કાલાવડ : ખેડૂતોના પ્રશ્ને ઉપવાસ આંદોલનમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો તથા બીજી અને ત્રીજી તસ્વીરમાં કોંગ્રેસના આગેવાનો અને મામલતદારશ્રી વચ્ચે થતી રકઝક નજરે પડે છે. (તસ્વીર : કમલેશ આશરા (કાલાવડ) હર્ષલ ખંધેડીયા (નવાગામ) , રફીક શાહમદાર (નિકાવા)

કાલાવડ તા. ર૧ :.. જામનગર જીલ્લાના કાલાવડ અને તાલુકાના ખેડૂતોના પ્રશ્ને ન્યાય આપવા અને પુરતો પાક વિમો ચુકવવાની માંગણી સાથે ધારાસભ્ય પ્રવિણભાઇ મુછડીયાની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને ખેડૂતો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવનાર હતુ પરંતુ મામલતદારશ્રી આસ્થાબેન ડાંગરે ત્રણથી ચાર વ્યકિતને જ ઓફીસમાં આવીને આવેદન પત્ર પાઠવવાનું કહયુ હોવાના આક્ષેપ સાથે ગઇકાલથી કોંગ્રેસના આગેવાનો - કાર્યકરો - ખેડૂતો ઉપવાસ ઉપર ઉતરી ગયા છે.

કાલાવડ ખાતે કોંગ્રેસ પક્ષના જીલ્લા પ્રમુખ જે. ટી. પટેલની આગેવાની નીચે કોંગ્રેસ કાર્યાલયથી ડી. જે.ના તાલે ખેડૂતોના વિમા અને મોંઘવારી મુદ્ે દેશભકિતના ગીત ડી.જે.ના તાળે રેલી નિકળી હતી.

આ રેલીમાં કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઇ મુછડીયા, દેવદાનભાઇ ઝારીયા, હનીફભાઇ ધાડા, આર. આઇ. જાડેજા, નજમાબેન તેમજ કાર્યકરો સાથે કોંગ્રેસ કાર્યાલયથી ડી. જે. દેશભકિતના ગીત તાલે રેલી પ્રસ્થાન થઇ શહેરની મુખ્ય બજારમાં ફરી ખેડૂતોના વિમા અને મોંઘવારી મુદે મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવવા પહોંચી હતી.

ખેડૂતના પ્રશ્ન  બાબતે, ખેડૂતો ને ૧૦૦ ટકા વીમો આપો તથા લીલો દુષ્કાળ જાહેર કરી, સર્વેના ડીંડક છોડી વાસ્તવમાં ખેડુને સહાયરૂપ થવા કોંગ્રેસ પક્ષે, સતા પર બેઠેલાઓના કાને, આવેદન પત્ર દ્વારા ખેડૂતને ન્યાય આપવા ૪૦૦ ખેડૂતો સાથે મામલતદાર કચેરી કાલાવડ ખાતે, મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા ગયા હતા.

ત્યારે મામલો બીચકયો  હતો  ધારાસભ્ય શ્રી પ્રવિણભાઇ મુછડીયા, તથા જિલ્લા પ્રમુખ જે.ટી . પટેલ શ્રી, કાલાવડ તાલુકા પંચાયતના ઉપ્રમુખ શ્રી, દેવદાન જરીયા શ્રી, તથા જિલ્લા પંચાયતના સદસ્યશ્રી જે.પી.મારવીય, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી, મુકુંદ સાવલિયા, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વસંત ગીનોયા, તાલુકા પંચાયતના સદસ્યશ્રી, રાદડિયા , કાલાવડ શહેર પ્રમુકબ શ્રી, આર. આઇ. જાડેજા, અન્ય કોંગ્રેસના આગેવાનશ્રી હનીફ દ્યાડા, કોર્પોરેટર, મેહુલ સોજીત્રા,સાજીદ બ્લોચ, જિલ્લાના પંચાયતના સદસ્યશ્રી, એ.પી.એમ.સી.કાલાવડના ડિરેકટર કાંતિલાલ ગઢિયા, સનજય સિંહ, તૈયબ ભાઈ, શામજીભાઈ, હરિભાઈ, સુરેશભાઈ ગીનોયા કરીમભાઈ ખેડૂત આગેવાન  રામદેવસિંહજી ,બળુ ભા, ખેડૂત આગેવાન વશરામ ભાઈ, ગોવિંદ મકવાણા, નરેશ મકવાણા , દલિત સમાજના પ્રમુખશ્રી પ્રવીણ વદ્યેરા અન્ય કાર્યકર્તા સાથે આમરણાંત ઉપવાસ આંદોલન કાલાવડ મામલતદાર કચેરી ખાતે કરી રહ્યા છે.

મામલતદાર આવેદન બહાર ન સ્વીકારતા. કોંગ્રેસના ધારાસભ્યશ્રીઙ્ગ પ્રવીણભાઈ મૂછડીયા અને જિલ્લા પ્રમુખ જે.ટી .પટેલની સાથે કોંગ્રેસના કાર્યકરતાઓઙ્ગ જયાં સુધી મામલતદાર આવેદનપત્રનો સ્વીકાર નહી કરે ત્યાં સુધી મામલતદાર કચેરીની અંદર જ ઉપવાસ પર ઉતરીયા છે અને હજુ પણ માંગ સંતોષાયેલ નથી.ઙ્ગ જળ તથા અન્નનો ત્યાગ કરીનેઙ્ગ ઉપવાસ પર કોંગ્રેસના કાર્યકરો બેઠા છે ત્યારે હાલ ત્રણ થી ચાર વ્યકિતની તબિયત લથડી હોવાના સમાચાર મળી રહ્યા છે. કાલાવડ નગરપાલીકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સાજીદ બ્લોચની તબીયત લથડતા મામલતદાર કચેરીમાં જ બાટલો ચડાવવામાં આવ્યો છે.

મામલતદાર તેનુ વલણ બદલેઃ ધારાસભ્ય પ્રવિણ મુછડીયા

રાજકોટ, તા. ર૧ : કાલાવડમાં ખેડૂતોના પ્રશ્ને મામલતદારશ્રીના વલણ અંગે કાલાવડના કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણભાઇ મુછડીયાએ અકિલાને જણાવેલ હતું કે, કાલાવડ મામલતદાર તરીકે ફરજ બજાવતા આસ્થાબેન ડાંગર પોતાનું વલણ બદલે તે જરૂરી છે.

પ્રવિણભાઇ મુછડીયાએ અકિલાને વધુમાં જણાવ્યું કે, અમે મામલતદાર પરિસરમાં જ આવેદનપત્ર સ્વીકારવા કહ્યું હતું, પરંતુ તેઓએ માત્ર ત્રણથી ચાર વ્યકિતને જ આવેદનપત્ર પાઠવવા આદેશ કર્યો હતો જેની સામે અમારો રોષ છે.

મંે આવેદનપત્ર સ્વીકારવાની ના જ નથી પાડી : મામલતદાર આસ્થા ડાંગર

રાજકોટ તા. ર૧ : કાલાવડના મામલતદાર આસ્થાબેન ડાંગરે આ અંગે ''અકિલા'' ને જણાવ્યુ હતું કે, મે આવેદનપત્ર સ્વીકારવાની કયારેય ના જ નથી પાડી, આ વાતની સમજફેર થઇ છે.

ગઇકાલે રાત્રીના ૮ વાગ્યા સુધી હું મામલતદાર કચેરીમા જ હતી અને આજે પણ મામલતદાર કચેરીએ જ ફરજ ઉપર છુ તેઓ આવેદનપત્ર પાઠવવા ગમે ત્યારે આવી શકે છ.ે

મામલતદાર આસ્થાબેન ડાંગરે વધુમાં કહ્યું કે  હાલમાં મગફળીની ખરીદી કાર્યવાહી પણ ચાલુ હોવાથી ત્યાં પણ મારે સુપરવિઝનમાં જવુ પડે છે.

(11:30 am IST)