Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

પૂરતું પાણી છે તો કચ્છ તરસ્યું કેમ? પાણીની અછત નિવારવા હાઇકોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચનો કડક આદેશ

કચ્છના તત્કાલીન અધિ.ઈજ. ફફલની મીડિયાના અહેવાલો ખોટા હોવાની રજુઆત હાઇકોર્ટે ન માની, અગ્રણી આદમ ચાકીની જાહેરહિતની અરજીએ નર્મદાની વાહ વાહ સરકારની પોલ ખોલી, ૨૪ લાખની માનવવસ્તી, ૧૯ લાખ પશુઓ માટે હાઇકોર્ટનો માનવીય અભિગમભર્યો ચુકાદો

ભુજ તા.૨૧:  કચ્છમાં નર્મદાના પીવાના પાણી પહોંચ્યા હોવાના રાજય સરકારનો દાવો અને આ પાણી કચ્છના લોકો તેમ જ પશુઓની તરસ છીપાવતું ન હોવાનું કારણ રાજય પાણી પુરવઠા વિભાગની બેદરકારી એ બન્નેની પોલ કચ્છના રાજકીય અને સામાજિક અગ્રણી આદમ ચાકીએ કરેલી જાહેરહિતની અરજીએ ખોલી નાખી છે. જોકે, આ અંગે થયેલ અરજી સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે દ્વારા અપાયેલ ચુકાદો કચ્છની ૨૪ લાખની માનવવસ્તી તેમ જ ૧૯ લાખની પશુ વસ્તી માટે માનવીય અભિગમતાભર્યો છે. ખુદ રાજયના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની સયુંકત બેંચે ગત ૧૫/૧૧/૧૯ ના રાજયના પાણી પુરવઠા બોર્ડને વિવધ આદેશો કરીનેઙ્ગ કચ્છમાં પીવાના પાણીની ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર ૧૯૧૬ શરૂ કરવા, જિલ્લા મથક ભુજ મધ્યે કંટ્રોલ રૂમ શરૂ કરી પીવાના પાણીની સમસ્યા અંગેની ફરિયાદો તેમ જ મુશ્કેલીઓનો નિકાલ કરવા તાકીદ કરી છે. હાઇકોર્ટના આ ચુકાદા વિશે જાહેરહિતની અરજી કરનાર અગ્રણી આદમ ચાકી, કચ્છના તેમના એડવોકેટ હનીફ ચાકી, અગ્રણી દ્યનશ્યામસિંહ ભાટી, ડો. રમેશ ગરવાએ પત્રકાર પરિષદ યોજીને હાઇકોર્ટના ચુકાદાને જનહિત સંદર્ભે માનવતાસભર ગણાવીને વધુ માહિતી આપી હતી. હાઇકોર્ટે આપેલા આદેશ અનુસાર પાણી પુરવઠા બોર્ડ દ્વારા વર્ષ ૨૦૧૮/૧૯ ના પાણીના અછત માસ્ટર પ્લાનનો અમલ કરવો, કચ્છમાં નર્મદાના પીવાના મળતા પાણીના વિતરણની સુચારુ વ્યવસ્થા ગોઠવવી, તેમાં વધારો કરવો, પીવાના પાણી માટે નવા બોર બનાવવા, ટેન્કરની વ્યવસ્થા કરવી, તમામ ડેમો પાણીથી ભરવા, અંજાર-કુકમા પાઇપલાઇન પ્રોજેકટ ઝડપથી પૂરો કરવો, જયાં પીવાના પાણીની અછત હોય તેવા વિસ્તારોમાં તાલુકા, જિલ્લા લેવલની બેઠક બોલાવવી, દર ૧૫ દિવસે પીવાના પાણીની અછતગ્રસ્ત રિલીફ કમિટીની બેઠક બોલાવવી આ તમામ આદેશોનું યુદ્ઘના ધોરણે પાલન કરવું. જોકે, આ કેસ દરમ્યાન હાઇકોર્ટ સમક્ષ કચ્છના તત્કાલીન અધિક્ષક ઈજનેર અને હાલે રાજકોટ ફરજ બજાવતા એલ. જે. ફફલે મીડીયાના પીવાના પાણી અંગેના અહેવાલો ખોટા હોવાનું જણાવ્યું હતું, પણ અરજદાર આદમ ચાકી વતી તેમના હાઇકોર્ટના વકીલ હાસિમ કુરેશીએ સંબધિત ગ્રામ પંચાયતોના એફિડેવિટ રજૂ કર્યા હતા. જોકે, હાઇકોર્ટે મીડીયાના અહેવાલોને સત્ય ગણાવી અને અન્ય આધારપુરાવાઓ માન્ય રાખ્યા હતા. જે અનુસાર કચ્છની માનવવસ્તી તેમ જ પશુવસ્તીને ધ્યાને લઈને ૪૫૦ એમએલડી પાણીની જરૂરિયાત સામે દૈનિક ૫૦૦ એમએલડી પાણી અપાતું હોવાના ખુદ સત્ત્।ાવાર સરકારી આંકડાઓ પાણી પુરવઠા બોર્ડના હોવા છતાંયે કચ્છમાં પીવાના પાણીની અછત રોજિંદી છે. જોકે,વાસ્તવિકતા એ છે કે, ભુજ સહિત કચ્છભરમાં પીવાના પાણીનું વિતરણ ચાર દિવસે પણ માંડ માંડ થાય છે. મીડીયા દ્વારા કચ્છની પાણીની અછત માનવસર્જિત હોવાના અહેવાલો સતત પ્રકાશિત થતા રહે છે. જોકે, હવે હાઇકોર્ટના આદેશને સરકાર અને પાણી પુરવઠા બોર્ડ ગંભીરતાથી લઈને માનવીય અભિગમ અપનાવી લોકોની તરસ બુઝાવશે એવી આશા

(11:29 am IST)