Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

દ્વારકામાં વરલી મટકાના આંકડા લેતા બે શખ્સો ઝડપાયા

દ્વારકા ટાઉનમાં બે જગ્યાએ ઇસ્કોન ગેઇટ અને ટીવી સ્ટેશન રોડ પર જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરી જુગાર રમતા ઇસમોને પકડી પાડી બંન્ને ઇસમો વિરૂધ્ધ ગુનાઓ રેકર્ડ કરાવી આગળની કાર્યવાહી અર્થે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ. (૧) આરોપી સુમીતભાઇ જેન્તીભાઇ બારાઇ (ઉ.વ.રપ રહે. જલારામ આવાસ દ્વારકાવાળા)ને જલારામ પાનની બાજુમાંથી રોકડા રૂ. ૧૦,૭૦૦ તથા મોબાઇલ ફોન મળી કિ. રૂ. ૧૧,ર૦૦ના મુદામાલ સાથે તથા (ર) આરોપી વિજયભાઇ ખીમજીભાઇ બથીયા (ઉ.વ.૪૦ રહે. વ્રજધામ સોસાયટી)ને રૂ. ૧૮,રપ૦ તથા મોબાઇલ ફોન મળી કિ. રૂ.૧૮,૭પ૦ના મુદામાલ સાથે પકડી પાડેલ હતા. આ કાર્યવાહીમાં એલસીબીના પો.ઇન્સ. એમ.ડી.ચંદ્રાવાડીયાની સુચનાથી પો.સ.ઇ. વી.એમ.ઝાલા તથા એએસઆઇ અજીતભાઇ બારોટ, પોલીસ હેડ કોન્સ. અરજણભાઇ મારૂ, જેસલસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા દ્વારા કરવામાં આવેલ છે.

(11:27 am IST)