Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

જસદણના રામળીયા ગામે હરેશ મકવાણા પર બે શખ્સોનો હુમલો

રૂપીયાની ઉઘરાણી પ્રશ્ને હુમલોઃ સુનિલ અને સંજય કંબોયા સામે ફરીયાદ

રાજકોટ, તા., ર૧: જસદણના રામળીયા ગામે મોબાઇલના રૂપીયાની ઉઘરાણી પ્રશ્ને યુવાન પર બે શખ્સોએ હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રામળીયા ગામે રહેતા હરેશ અમરાભાઇ મકવાણાને તે જ ગામના સુનિલ છગનભાઇ કંબોયા તથા સંજય છગનભાઇ કંબોયાએ ઘરમાં ઘુસી માર મારી છરી સાથે પાછળ દોડી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ વચ્ચે પડેલ ફરીયાદીની માતાને જાતી પ્રત્યે અપમાનીત શબ્દો કહયા હતા. ફરીયાદી હરેશે ૩ માસ પહેલા આરોપી પાસેથી મોબાઇલ વેચાતો લીધો હતો જેના ર૩પ૦ રૂ. આપવાના બાકી હોય જે રૂપીયા હરેશ આપી ન શકતા મોબાઇલ પાછો આપી દેતા ઉકત બંન્ને આરોપીઓએ હુમલો કર્યો હતો. આ અંગે ભાડલા પોલીસ મથકમાં ફરીયાદ થતા બંન્ને સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:26 am IST)