Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં બીભત્સ ચેનચાળા કરતા યુવક-યુવતી ઝડપાયા

આવાસ યોજનાનું મકાન ભાડે આપનાર શખ્સને પણ ઝડપી લેવાયો

 

મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં યુવક અને યુવતી જાહેરમાં બીભત્સ હરકતો કરતા હોય જેની જાણ થતા પોલીસ ટીમ તુરંત પહોંચી હતી અને બંનેની અટકાયત કરી હતી તો આવાસ યોજનાનું મકાન ભાડે આપનાર શખ્સને પણ ઝડપી લેવાયો છે

   મળતી મુજબ મોરબીના બાયપાસ નજીક આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં યુવક અને યુવતી ખુલ્લા મકાનમાં બીભત્સ ચેનચાળા કરતા હોય અને અંગે પોલીસને જાણ કરવામાં આવતા ડીવીઝન પોલીસે તુરંત આવાસ યોજના પહોંચીને આરોપી હાર્દિક કિશોરભાઈ કવૈયા (..૧૯) રહે આનંદનગર મોરબી અને અસરીના ભીમભાઈ શર્મા (..૨૦) રહે હાલ ગીતા મંદિર અમદાવાદ મૂળ ઓર્રીસ્સા વાળીને ઝડપી લઈને પોલીસ મથકે લાવ્યા હતા અને બન્ને સામે જાહેરમાં બીભત્સ ચેનચાળા અંગે ગુન્હો નોંધી પોલીસે તજવીજ હાથ ધરી છે

  પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે મકાનમાંથી બંને યુવક-યુવતી ઝડપાયા તે મકાન ભાડે રાખનાર સનત જમનાદાસ મીરાણી (..૫૫) રહે વાવડી રોડ વાળાને પણ પોલીસે ઝડપી લીધો છે અને પ્રાથમિક પૂછપરછ માં આરોપી સનત મીરાણીએ બગથરીયા અનંતકુમાર રહે આનંદનગર વાળાનું આવાસ ભાડે રાખ્યું હોય જે અંગે મોરબી નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરાને જાણ થતા તેને આવાસ યોજનાના ગેર ઉપયોગ કરનાર મકાન માલિકને ફાળવેલું આવાસ રદ કરાય તે માટેની કાર્યવાહી કરવા ખાતરી આપી હતી

(12:58 am IST)